હેરાફેરી થ્રીનું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થઈ જશે
મુંબઈ: અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની ફિલ્મ 'હેરાફેરી થ્રી'નું શૂટિંગ આવતાં વર્ષથી શરુ થશે. ખુદ અક્ષય કુમારે આ વાત કન્ફર્મ કરી છે.
અક્ષય કુમારે એક સંવાદમાં કહ્યું હતું કે નિર્માતાની પોતાની હેરાફેરી પૂર્ણ થઈ જાય તે પછી અમારી ફિલ્મ શરુ થશે.
આ ફિલ્મમાં અક્ષય અને પરેશ રાવલ રીપિટ થશે એ નક્કી છે. જોકે, અન્ય કેટલાક કલાકારો બદલાઈ શકે છે.
મૂળ 'હેરાફેરી' ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને કર્યું હતું. જ્યારે બીજા ભાગનું દિગ્દર્શન નિરજ વોરાએ કર્યું હતું. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી હતી.