Get The App

ફેમિલી મેન થ્રીનું શૂટિંગ માર્ચ મહિનાથી શરુ થઈ જશે

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
ફેમિલી મેન થ્રીનું શૂટિંગ માર્ચ મહિનાથી શરુ થઈ જશે 1 - image


- મનોજ વાજપેયીએ જાતે જાહેરાત કરી

- વેબસીરીઝનો ત્રીજો ભાગ જોકે આવતાં વર્ષે રીલીઝ થાય તેવી સંભાવના

મુંબઇ : ફિલ્મોમાં એક બહેતરીન એક્ટર તરીકે પોતાનો અલગ જ ચાહક વર્ગ ઊભો કરનારો મનોજ વાજપેયી 'ફેમિલી મેન' વેબ સીરીઝના બે ભાગ દ્વારા ઓટીટીનો પણ મોટો સ્ટાર બની ચૂક્યો છે. હવે તેણે જાતે જ જાહેરાત કરી છે કે આ સીરીઝનો ત્રીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે અને તેનું શૂટિંગ આવતા માર્ચમાં શરુ થઈ જશે. 

મનોજ વાજપેયીએ  જણાવ્યુ ંહતુ ંકે, અમે ફેમિલી મેન ૩નું શૂટિંગ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં શરૂ કરવાના છીએ. આ શૂટિંગ એક  જ શેડયુલમાં પુરુ કરવામાં આવશે. શૂટિંગ પુરુ થયા પછી  પોસ્ટ પ્રોડક્શનમાં બીજા આઠેક મહિનાનો સમય લાગી શકે છે. 

મનોજ વાજપેયીએ  આપેલાં શિડયૂલને જોતાં આ સીરીઝનો ત્રીજો ભાગ આવતાં વર્ષે રીલીઝ થવાની સંભાવના છે. 

ત્રીજા ભાગમાં વધુ રહસ્ય અને એક્શન ઉમેરવામાં આવ્યાં છે તેમ તેણે જણાવ્યું હતું. 

સીરીઝની અન્ય કાસ્ટમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે હવે જાણવા મળશે. 


Google NewsGoogle News