Get The App

સિંઘ ઈઝ કિંગનો બીજો ભાગ અક્ષય વિના અશક્ય, 50 ટકા હક્ક તેની પાસે

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
સિંઘ ઈઝ કિંગનો બીજો ભાગ  અક્ષય વિના અશક્ય, 50 ટકા હક્ક તેની પાસે 1 - image


- બીજા ભાગમાંથી  કાઢી મૂકવાની હિલચાલથી તકરાર

- અક્ષયને બદલે રણવીર કે દિલજીતને લેવાની વાતો કરનારા નિર્માતા  એકલા પાસે સંપૂર્ણ હક્ક નથી

મુંબઇ : 'સિંઘ ઈઝ કિંગ'નો બીજો ભાગ અક્ષય કુમાર નહિ પરંતુ રણવીર સિંહ અથવા તો દિલજીત દોસાંજેને મુખ્ય ભૂમિકામાં લઈને બનાવાશે તેવી નિર્માતા શૈલેન્દ્ર સિંહની જાહેરાતથી ભારે વિવાદ થયો છે. અક્ષય કુમાર તરફથી વળતી દલીલ કરાઈ છે કે આ ફિલ્મના ૫૦ ટકા હક્ક તેની પાસે છે. આથી અક્ષયની સંમતિ વિના આ ફિલ્મનો બીજો ભાગ કોઈ માટે બનાવવાનો શક્ય જ નથી. અક્ષય કુમારની કાનૂની ટીમ વતી જણાવાયું હતું  અક્ષય કુમાર ફિલ્મ સિંઘઇઝ કિંગ ફિલ્મનો  સહ- નિર્માતા છે અને ફિલ્મના  તમામ હક્ક, ટાઈટલ , ફ્રેન્ચાઈઝ વગેરે બાબતોમાં તે સરખેસરખો ભાગીદાર છે.  શૈલેન્દ્રસિંહ કે અન્ય કોઈને પણ આ ફિલ્મની પ્રીકવલ, સીકવલ કે પછી ફ્રેન્ચાઇઝીને નિર્માણ કરવાનો કોઇ એકાધિકાર નથી. શૈલેન્દ્ર સિંહના દાવામાં કોઈ કાનૂની વજૂદ નથી. અક્ષય આ ફિલ્મના ૫૦ ટકા હક્કો ધરાવે છે. મતલબ કે કોઈએ પણ  આ ફિલ્મનો બીજો ભાગ બનાવવો હોય તેમણે અક્ષય પાસેથી સંમતિ મેળવવી પડે અથવા તો તેને ભાગીદાર તરીકે રાખવો પડે.

 અથવા તો અક્ષયની એનઓસી લેવી પડે. અક્ષય આ માટે તૈયાર નથી. 

આ સંજોગોમાં હાલ ફિલ્મના બીજા ભાગના નિર્માણની યોજના પર પાણી ફરી વળે તેમ છે. 


Google NewsGoogle News