Get The App

સનમ તેરી કસમનો બીજો ભાગ 2026ના વેલેન્ટાઈનમા આવશે

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
સનમ તેરી કસમનો બીજો ભાગ 2026ના વેલેન્ટાઈનમા આવશે 1 - image


- બીજા ભાગની સ્ટોરી અને ગીતો તૈયાર

- 2016થી જ આ ફિલ્મ બે ભાગમાં બનાવાશે તે નક્કી થઈ ગયું હતું

મુંબઇ : હાલમાં રી રીલિઝમાં સફળ થયેલી ફિલ્મ 'સનમ તેરી કસમ'નો બીજો ભાગ આવતાં વર્ષે વેલેન્ટાઈન ડે વખતે રીલિઝ કરાશે. 

ફિલ્મના સર્જક વિનય સપ્રુ તથા રાધિકા રાવે જણાવ્યું હતું કે ફિલ્મ જ્યારે બનાવી ત્યારથી જ તેના બે ભાગની કલ્પના હતી. આથી ફિલ્મના બીજા ભાગની તૈયારી બહુ લાંબા સમય પહેલાં  શરુ થઈ ચૂકી હતી. ફિલ્મના બીજા ભાગની સ્ટોરી અને ગીતો પણ તૈયાર થઈ ગયાં છે. 

૨૦૧૬માં આ ફિલ્મે ફક્ત નવ કરોડનું કલેક્શન કર્યું હતું. જોકે, તાજેતરમાં રી રીલિઝ વખતે તે ૧૬ કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.


Google NewsGoogle News