Get The App

પઠાણ ટૂની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ, આવતાં વર્ષથી શૂટિંગ

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
પઠાણ ટૂની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ, આવતાં વર્ષથી શૂટિંગ 1 - image


- શાહરુખ ખાને સ્ક્રિપ્ટ પાસ કરી દીધી 

- આ વખતે આદિત્ય ચોપરા જાતે ફિલ્મનું દિગ્દર્શન કરે તેવી પણ અટકળો

મુંબઈ : શાહરુખ ખાનની 'પઠાણ ટૂ' ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા તથા અભિનેતા શાહરુખ ખાન બંનેએ આ સ્ક્રિપ્ટને મંજૂર પણ કરી દીધી છે. 

હવે  પ્રિ પ્રોડક્શનનો તબક્કો શરુ થશે. આવતાં વર્ષે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરાશે તેમ જાણવા મળ્યું છે. 

ચર્ચા મુજબ આદિત્ય ચોપરા જો અનુકૂળતા હશે તો પોતે જ આ ફિલ્મનું દિગ્દર્શન કરવા ઈચ્છે છે. જોકે, આદિત્ય સ્પાય યુનિવર્સની અન્ય ફિલ્મો પર ફોક્સ કરશે તો   દિગ્દર્શન અન્યને પણ સોંપી શકે છે. 

શાહરુખ ખાન હાલ 'કિંગ' ફિલ્મના  શૂટિગમાં વ્યસ્ત છે.  આ શૂટિંગ  પૂર્ણ થયા બાદ તે 'પઠાણ ટૂ'નું શૂટિંગ હાથ ધરશે એમ માનવામાં આવે છે. 

શાહરુખ 'પઠાણ' ફિલ્મના પોતાનાં પાત્રને જ સીકવલમાં આગળ વધારશે. આ વખતે તે એક નવું ઓપરેશન હાથ ધરતો જોવા મળશે. ફિલ્મની બાકીની કાસ્ટ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.  યશરાજની સ્ટાઈલ પ્રમાણે તેના સ્પાય યુનિવર્સના અન્ય કયાં કયાં પાત્રો આ ફિલ્મમાં હશે તે પણ હજુ સુધી ક્લિયર કરાયું નથી. 


Google NewsGoogle News