'ગદર- 2' નો સીન લીક થયો, આ વખતે સની દેઓલ હેન્ડપંપ નહીં આખો થાંભલો ઉખાડતા દેખાશે
ફિલ્મના ફર્સ્ટ લુક સાથે થઈ રીલીઝ ડેટ જાહેર
આ ફિલ્મ આગામી 11 ઓગસ્ટથી થશે સિનેમાઘરોમાં રીલીઝ
Image Twitter |
મુંબઈ, તા. 4 ફેબ્રુઆરી 2023, શનિવાર
સની દેઓલની આગામી ફિલ્મ 'ગદર 2' ની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મના સેટનો એક વિડીઓ વાઈરલ થઈ રહ્યો છે જેમાં સની હેંડપંપ નહિ પણ થાંભલો ઉખેડતા જોવા મળી રહ્યા છે. વર્ષ 2001માં આવેલ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા'ને ફેન્સનો ખુબ આવકાર મળ્યો હતો. સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર 'ગદર: એક પ્રેમ કથા' ની સીક્વલથી જાદુ વિખેરવાના છે. ફેન્સ આ જોડીને ફરી એકવાર મોટા પડદે જોવા આતુર છે. આ દરમિયાન 'ગદર 2' ની મેકિંગનો એક વિડીઓ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીઓએ ફેન્સની યાદો તાજા કરી દીધી છે.
હેન્ડપંપ નહિ થાંભલો ઉખેડશે સની દેઓલ
'ગદર 2' ના સેટનો વાઈરલ થયેલ વિડીઓમાં સની પગડી અને પઠાણી સુટ પહેરેલા જોવા મળી રહ્યા છે. જયારે અભિનેત્રી સિમરત કૌર બાજુના પોલ સાથે બંધાયેલી દેખાઈ રહી છે. બંને એક્ટર્સને ખાખી વર્દીમાં બંદુકો સાથે સૈનિકો ઘેરીને ઉભા છે. આટલું જ નહિ ગુસ્સામાં સની દેઓલ પોતાને છોડાવવાની કોશિશ કરતા પણ જોવા મળી રહ્યો છે.
Gadar 2 Shooting Wraped #short #viralshorts #gadar2 pic.twitter.com/ym4xu41YsG
— golu meena (@golumee48710705) January 28, 2023
પહેલા પણ થઈ ચુક્યો છે સીન લીક:
આ પહેલી વખત નથી જયારે સની દેઓલની ફિલ્મનો કોઈ સીન લીક થયો હોય. આ પહેલા પણ ફિલ્મનો એક સીન વાઈરલ થયો હતો, જેની ફેન્સ દ્વારા ખુબ પ્રશંસા કરવામાં પણ આવી હતી. આ ફિલ્મના ફર્સ્ટ લુકના પોસ્ટરમાં ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં નિર્દેશક અનિલ શર્માના પુત્ર ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે. ઉત્કર્ષએ 'ગદર: એક પ્રેમ કથા'માં સની અને અમીષાના પુત્રનો પાત્ર ભજવ્યો હતો.