સની સંસ્કારી કી તુલસી કુમારી ફિલ્મની રીલિઝ પાછી ઠેલાશે
- 18મી એપ્રિલે રીલિઝ થવાની હતી
- જાહ્નવી અને વરુણની ફિલ્મમાં વધુ ગીતો તથા દ્રશ્યો ઉમેરવાનું નક્કી કરાતાં શૂટિંગ લંબાયું
મુંબઇ : વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'સની સંસ્કારી કી તુલસી કુમારી' અગાઉ ઘોષિત કરાયેલી તારીખ૧૮ એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવશે નહીં. ફિલ્મમાં બે નવાં ગીતો ઉપરાંત વધુ કેટલાંક દ્રશ્યો ઉમેરવાનું નક્કી થયું છે. તેના કારણે આ ફિલ્મનું શૂટિંગ આગામી માર્ચ માસ સુધી ચાલે તેમ હોવાથી એપ્રિલમાં તેની રીલિઝ શક્ય નહિ બને.
વરુણ ધવન અને જાહ્નવી બંનેની કેરિયર ડામાડોળ ચાલી રહી છે. નેપોકિડ્ઝ હોવાના કારણે બંનેને ફિલ્મો મળ્યા કરે છે પરંતુ તેઓ હજુ પણ એકલા હાથે કમર્શિઅલ સકસેસ અપાવવામાં કામયાબ થયાં નથી.
કરણ જોહેર જાહ્નવી કપૂરનો મેન્ટર છે અને તેથી જાહ્નવીની ફિલ્મને શક્ય તેટલી વધારે મનોરંજક બનાવવા માટે તેણે આ નિર્ણય કર્યો છે.