સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધાની રીલીઝ ફરી પાછી ઠેલાઈ
- નવેમ્બર 2022થી વારંવાર તારીખો બદલાય છે
- છેલ્લે 15 સપ્ટેમ્બર નક્કી થઈ હતી પરંતુ હવે જ વખતે 'જવાન' આવી પડતાં ફેરફાર
મુંબઇ : કરણ જોહર નિર્મિત સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા'ની રીલીઝ ફરી લંબાઈ છે. આ ફિલ્મ તા. ૧૫મી સપ્ટેમ્બરે રીલીઝ થવાની હતી પરંતુ શાહરુખ ખાનની 'જવાન'ની રીલીઝ સાતમી સપ્ટેમ્બર નક્કી તથાં તેની સાથે ટક્કર ટાળવા 'યોદ્ધા'ને પાછળ ઠેલી દેવામાં આવી છે.
શાહરૂખ ખાનની 'જવાન' ફિલ્મની રીલીઝ બીજી જૂનને બદલે સાત સપ્ટેમ્બર કરવામાં આવી છે. કરવામાં આવી છે. હવે' યોદ્ધા' તેના એક અઠવાડિયા પછી રીલીઝ કરવામાં આવે તો, બોક્સ ઓફિસ પર શાહરૂખની જવાન સાથે ટક્કર ઝીલી શકશે નહીં અને ફિલ્મને આર્થિક નુકસાન થવાની સંભાવના વધુ છે. તેથી કરણ જોહર સહિત ફિલ્મની ટીમે રીલીઝ ટાળવાનું નક્કી કર્યું છે.
મૂળ તો ગયા વરસે નવેમ્બર ૨૦૨૨માં 'યોદ્ધા' થિયેટરોમાં રીલીઝ થવાની હતી. આ પછી ૭ જુલાઇ ૨૦૨૩ના રીલીઝનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મનું વીએફએક્સ કામ પુરુ ન થવાથી આ ફિલ્મને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ રીલીઝ કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. પરંતુ, હવે એ પણ કેન્સલ થયું છે.