જોન અબ્રાહમની આગામી ફિલ્મ વેદાની રિલીઝ લંબાવાની શક્યતા

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જોન અબ્રાહમની આગામી ફિલ્મ વેદાની રિલીઝ લંબાવાની શક્યતા 1 - image


- 15 ઓગસ્ટે રિલીઝ થનાર આ ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ નથી મળ્યું

મુંબઇ : જોન અબ્રાહમ અને શર્વરીની ફિલ્મ વેદા ૧૫ ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, જે હવે લંબાઇ જવાની શક્યતા છે. ગુરુવારે ૨૫ જુલાઇના રોજ, આ મામલે ફિલ્મના નિર્માતાઓએ એક સત્તાવાર નિવેદન બહાર પાડયું હતું.આ ફિલ્મને હજી સુધી  સેન્સર બોર્ડ સર્ટિફિકેટ મળ્યું ન હોવાનુ જણાવ્યું છે. 

નિર્માતાઓએ પોતાના નિવેદનમાં જણાવ્યુ ંહતું કે, અમે વેદાના પ્રોડયૂસર્સ, અમારા પ્રશંસકો અને સપોટર્સને એ જણાવા માંગીએ છીએ કે, તમામ પ્રયાસો પછી, પણ હજી સુધી અમને સીબહીએફસીથી  મંજૂરી અને સર્ટિફિકેટ  મળ્યું નથી. પ્રોડકશન હાઉસે તેમનાનિયમોનું પાલન કર્યું હતું. અને રિલીઝના આઠ અઠવાડિયા પહેલા જ ફિલ્મને તેમની પાસે મોકલી હતી. વેદાનું સ્ક્રીનિંગ ૨૫ જુનના રોજ થયું હતું  અને ત્યાર પછી તપાસ સમિતિને સમીક્ષા માટે મોકલી દેવામાં  આવી હતી, ત્યારથી સર્ટિફિકેશન માટે કરવામાં આવેલી અપીલ બાબતે હજી સુધી કોઇ અપડેટ મળ્યું નથી. નિર્માતાઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિનંતી કરીએ છીએ કે,અમારી તકલીફ અન ેવાત તેમના કાન સુધી પહોંચે અને અમને અમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરીને સર્ટિફિકેટ આપે. 

૧૫ ઓગસ્ટ ભારતીયો માટે વિશેષ દિવસ હોય છે, જે દિવસે અમે , નિખિલ અડવાણી અને જોન અબ્રાહમ આ ફિલ્મને થિયટરો સુધી પહોંચાડીને ભાગ્યશાળીની અનુભૂતિ કરી શકીએ. અમે ભૂતકાળમાં પણ અમારી ફિલ્મો સત્યમેવ જયતે અને બાટલા હાઉસ પણ આ જ દિવસે રિલીઝ કરી હતી જેને પ્રશંસકોનો ભરપુર પ્રેમ મળ્યો હતો. તેથી અમને અમારી આ આગામી ફિલ્મ વેદાને પણ આ જ દિવસે રિલીઝ કરવાની ઇચ્છા અને આગ્રહ છે. 

સેન્સર બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ બોર્ડ દ્વારા નિર્માતાઓ સાથે થયેલી આ વર્તણૂક પર નારાજગી જતાવી છ.ે તેણે વધુમાં કહ્યું હતું કે, નિખિલ અડવાણી અને જોન અબ્રાહમનું તેઓ શોષણ કરી રહ્યા છે. 


Google NewsGoogle News