સલમાનની 'Tiger 3'થી ડરી ગયો ટાઈગર શ્રોફ! ફિલ્મ 'ગણપત'ના ટીઝરની રિલીઝ ડેટ લંબાવાઈ, એક્ટરે શેર કરી પોસ્ટ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
સલમાનની 'Tiger 3'થી ડરી ગયો ટાઈગર શ્રોફ! ફિલ્મ 'ગણપત'ના ટીઝરની રિલીઝ ડેટ લંબાવાઈ, એક્ટરે શેર કરી પોસ્ટ 1 - image


                                                                Image Source: Twitter

મુંબઈ, તા. 27 સપ્ટેમ્બર 2023 બુધવાર

ટાઈગર 3 નું ધાંસૂ ટીઝર આજે રિલીઝ થયુ. ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'ગણપત: અ હીરો ઈઝ બોર્ન' નું ટીઝર પણ આજે જ રિલીઝ થવાનું હતુ. મેકર્સે તેની જાહેરાત પહેલેથી જ કરી દીધી હતી પરંતુ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મના ટીઝર રિલીઝથી કદાચ ગણપતના મેકર્સ ડરી ગયા અને તેમણે આ ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. બુધવારે ગણપતના નવા પોસ્ટર સાથે ટીઝરની નવી રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી. 

ટાઈગર શ્રોફે જણાવી ફિલ્મના ટીઝરની નવી રિલીઝ ડેટ 

ટાઈગર શ્રોફે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવુ પોસ્ટર શેર કરતા ફિલ્મના ટીઝરની નવી ડેટ પણ એનાઉન્સ કરી છે. ટાઈગર શ્રોફે પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે, અમને મળવા માટે હજુ થોડી રાહ જોવી પડશે કેમ કે અમે લઈને આવી રહ્યા છીએ તમારા માટે કંઈક ખાસ. ગણપત ટીઝર 29 સપ્ટેમ્બર 2023એ આવી રહ્યુ છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે

પોસ્ટરમાં ટાઈગર અને કૃતિ સેનન રગ્ડ લુકમાં નજર આવી રહ્યા છે. વિકાસ બહલ નિર્દેશિત આ ફિલ્મ દશેરાના અવસરે 20 ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં બોલીવુડના શહંશાહ અમિતાભ બચ્ચન પણ નજર આવશે. ગણપત એક હાઈ-ઓક્ટેન એક્શન એન્ટરટેનર જણાવાઈ રહી છે. આ ફિલ્મને વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મ સમગ્ર વિશ્વમાં પાંચ ભાષાઓ હિંદી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. 

9 વર્ષ બાદ ટાઈગર અને કૃતિની જોડી પડદા પર નજર આવશે

ફિલ્મ ગણપત શાનદાર મ્યૂઝિક સ્કોરની સાથે હાઈ-ઓક્ટેન એક્શન સીન્સનું મિક્સચર છે. ફિલ્મની કહાની એક એવા ફાઈટરની આસપાસ ફરે છે જે એક અજાણ્યા સ્થળે પોતાની ડેસ્ટિનીની શોધમાં નીકળે છે. વિકાસ બહલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં 9 વર્ષ બાદ એક વાર ફરી એક્શન સુપરસ્ટાર ટાઈગર શ્રોફ અને નેશનલ એવોર્ડ વિનર કૃતિ સેનનની જોડી નજર આવશે. આ પહેલા આ બંને હીરોપંતીમાં નજર આવ્યા હતા. 


Google NewsGoogle News