ફરહાન અખ્તરની ડોન 3નું પ્રી-પ્રોડકશન કામ આવતા મહિનાથી શરૂ થશે

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
ફરહાન અખ્તરની ડોન 3નું પ્રી-પ્રોડકશન કામ આવતા મહિનાથી શરૂ થશે 1 - image


ઓગસ્ટ મહિનાથી શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા

મુંબઇ : ડોન ૩ પર પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ રહ્યું હોવાનો એક રિપોર્ટ હાલ ચર્ચામાં છે. જોકે સત્તાવાર રીતે ડોન ૩ વિશે કોઇ માહિતી આપવામાં આવી નથી.ડોન ૩માં રણવીર સિંહ ડોનની ભૂમિકા ભજવવાનો છે. પરંતુ હજી સુધી આ ફિલ્મની અભિનેત્રી વિશે હજી રહસ્ય જ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ અભિનેત્રીની ઘોષણા કરવામાં આવશે તેમ સૂત્રે જણાવ્યું હતું.   સૂત્રે  વધુમાં જણાવ્યું હતુ ંકે, ડોન ૩ પર પ્રી-પ્રોડકશન કામ શરૂ થઇ રહ્યા હોવાના અહેવાલ ૧૦૦ ટકા સાચા  છે. ફિલ્મમાં હાલ કાસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું પ્રી પ્રોડકશન કામ આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે. મૂળ ડોન ફિલ્મ ૧૯૭૮માં બની હતી જેમાં અમિતાભ બચ્ચને ડોનની ભૂમિકા ભજવી હતી. ત્યાર પછી આ ફિલ્મની ફ્રેન્ચાઇઝીની પ્રથમ ડોન ૨૦૦૬માં બની હતી જેમાં શાહરૂખ ખાને ડોનની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે, ડોન ૩માં ઇમરાન હાશ્મી વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે.


Google NewsGoogle News