Get The App

આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની જોડી રૂપેરી પડદે ધમાલ મચાવે તેવી શક્યતા

Updated: Jun 12th, 2022


Google NewsGoogle News
આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની જોડી રૂપેરી પડદે ધમાલ મચાવે તેવી શક્યતા 1 - image


- અભિનેતાની હિટ ફિલ્મની આ સિકવલમાં બનશે પરંતુ મૂળ ફિલ્મમાં તેની સાથે નુસરત ભરૂચા હતી

મુંબઇ : આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ રૂપેરી પડદે સફળ થઇ હતી. અભિનેતાએ આ ફિલ્મની સિકવલની પણ વાત કરી હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, ડ્રીમ ગર્લ ટુ બનાવાની ફિલ્મસર્જક પૂરી તૈયારી કરી રહ્યો છે. જેમાં તેણે અભિનેતા તરીકે આયુષ્માન ખુરાનાને જ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ મુખ્ય અભિનેત્રી વિશે હજી ફેંસલો કરવામાં આવ્યો નથી.મૂળ ફિલ્મ ડ્રીમ ગર્લમાં આયુષ્માન સાથે નુસરત ભરૂચા જોવા મળી હતી. 

એક મીડિયા હાઉસના રિપોર્ટના અનુસાર, રાજ શાંડિલ્યના ડાયરેકશનમાં બનનારી ફિલ્મ ડ્રીમ ગર્લ ટુ માટે ઘણી એકટ્રેસોના નામ ચર્ચામાં છે. ફિલ્મસર્જક ે એક યુવાન અભિનેત્રી પર વિચાર કરી રહ્યો છે. તેમને સારા અલી ખાન આ ફિલ્મના પાત્ર માટે યોગ્ય લાગી રહી છે. તેથી તેમણે પહેલા સારાનો સંપર્ક કર્યો છે. સારા તરફથી પ્રત્યુતર મળ્યા પછી ફિલ્મસર્જક આ વિશે ફેંસલો લેશે. 

કહેવાય છે કે, ડ્રીમગર્લ ટુ આ વરસના અંત સુધીમાં ફ્લોર પરજાયતેવી પૂરી શક્યતા છે. જો સારા આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થશે તો આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળશે. 


Google NewsGoogle News