ફ્લોપ કરિયર અંગે સુપરસ્ટારની દીકરીનું દર્દ છલકાયું, કહ્યું - 'વારંવાર સાંભળી હું ફ્રસ્ટ્રેટ થવા લાગી હતી...'
Image: Facebook
Tina Ahuja on Her Flop Career: ગોવિંદા આજે પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ એક્ટર્સમાં ગણાય છે. તેણે પોતાના કરિયરમાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો કરી છે પરંતુ તેની પુત્રી ટીનાનું કરિયર ફિલ્મોમાં ચાલી શક્યું નહીં. ગોવિંદાની પુત્રી ટીનાએ વર્ષ 2015માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું પરંતુ એક્ટ્રેસ તરીકે તેને ઓળખ મળી નહીં. ફ્લોપ ફિલ્મ અને કરિયર બાદ ટીનાએ એક્ટિંગથી અંતર રાખ્યું.
હવે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં ટીનાએ બોલિવૂડ છોડવાના નિર્ણય પર વાત કરી. તેણે નેપોટિઝ્મના ટેગ પર પણ વાત કરી. ટીનાએ કહ્યું, 'ઈમાનદારીથી કહું તો મે ખૂબ જલ્દી મૂવઓન કરી લીધું હતું કેમ કે એક ટાઈમ બાદ મારા માટે ખૂબ ઈરિટેટિંગ થઈ ગયું હતું. જ્યારે લોકો મને કહેતાં હતાં કે તારા ઘરમાં જ ઈન્સ્ટિટ્યૂશન છે તો તું બહાર શા માટે સ્ટ્રગલ કરી રહી છે. આ સાંભળવું એક સમય બાદ ખૂબ ફ્રસ્ટ્રેટિંગ થઈ ગયુ હતુ. હું એક જ સવાલનો વારંવાર જવાબ કેમ આપતી રહું? ભગવાનની કૃપાથી મારે ઘર ચલાવવાની જવાબદારી નથી.'
આ પણ વાંચો: રશ્મિકા બોયફ્રેન્ડ વિજયની માતા તથા ભાઈ સાથે પુષ્પા ટૂ જોવા પહોંચી
ટીનાએ તે પણ કહ્યું કે 'ગોવિંદાની પુત્રી હોવા પર ઘણા લોકો મને મિસજજ કરતાં હતાં. તેમને લાગતું હતું કે હું સ્ટારકિડ છું તો કોઈ લુક ટેસ્ટ અને ઓડિશન પણ આપવું નહીં પડે. હવે ટીના તેના પિતા ગોવિંદા સાથે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટીનાએ આ વિશે જણાવ્યું કે મે બાદમાં નક્કી કર્યું કે હું પોતાના પિતાની સાથે કામ કરવાનું શરૂ કરી શકું છું અને હું તે કામ કરી શકું છું. જે મને પસંદ છે. જે થવાનું છે તે થશે. મને મારા પિતા સાથે કામ કરવાનું સારું લાગવા લાગ્યું અને મને અહેસાસ પણ ન થયો કે મે ઘણી બાબતો પાછળ છોડી દીધી છે. પિતા સાથે કામ કરીને હું તેમની નજીક આવી ગઈ. પ્લાન બી ફોલો કરીને મને તમામ સુખ-સુવિધા મળવા લાગી. હું એક સારી લાઈફસ્ટાઈલ જીવું છું.'