બ્રેસ્ટ કેન્સર પીડિત અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું - સારવાર વચ્ચે મારા ઘણાં પ્રોજેક્ટ છીનવાયા
Image: Facebook
Hina Khan: છેલ્લા અમુક મહિનાથી હિના ખાન બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી રહી છે. એક્ટ્રેસ ખૂબ દુ:ખમાં છે પણ તેણે હિંમત હારી નથી. સ્ક્રીન પર કમબેક કર્યું છે. તાજેતરમાં જ હિનાએ પોતાની કેન્સરની જર્નીને ચાહકો સાથે શેર કરી. તેણે જણાવ્યું કે આ બિમારીએ કઈ રીતે તેના કામ પર અસર નાખી.
હિનાએ કહ્યું, અમુક પ્રોજેક્ટ્સ હતાં, જેને હું શરૂ કરવાની હતી પરંતુ બાદમાં મે તેને જવા દીધા. કેન્સર 2-3 મહિનામાં ઠીક થઈ જાય છે પરંતુ મારા કેસમાં લગભગ એકથી દોઢ વર્ષ થશે. લોકોની ડેડલાઈન્સ હોય છે તો મને રિપ્લેસ કરવી પડી. તેમના માટે આ મુશ્કેલ હતું, પરંતુ કોઈ વાત નહીં. મારા હાથમાંથી 2 પ્રોજેક્ટ્સ ગયા પરંતુ મે પોતાની હેલ્થ પર પૂરું ધ્યાન આપ્યું. દરરોજ સાજી થઈ રહી છું. પહેલા તો મને ખરાબ લાગ્યું પરંતુ પછી વિચાર્યું કે જવા દો. જુઓ હું કામ પર વાપસી કરી ચૂકી છું.
આ પણ વાંચો: 'હું અને કરીના 11મા માળે હતા અને અચાનક...' હુમલા બાદ સૈફ અલી ખાનનું પહેલું નિવેદન
હિના ખાનની બિમારીના કારણે ફિલ્મ 'કન્ટ્રી ઓફ બ્લાઈન્ડ' ની રિલીઝ પણ ટાળી દેવાઈ છે. હિનાએ કહ્યું આ ફિલ્મ ઈન્ડિયામાં રિલીઝ થઈ જાત પરંતુ થઈ નહીં. મારી હેલ્થના કારણે મેકર્સે તેને રિલીઝ કરી નહીં. મારો વેબ શો 'ગૃહલક્ષ્મી' પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાનો હતો પરંતુ તબિયતના કારણે તે રિલીઝ થઈ શક્યો નહીં.