હિન્દી સિનેમા જગતની એ માતા જેણે તેના પિતાના અંતિમ શ્વાસ સુધી ચહેરો પણ જોયો નહોતો
Nirupa Roy : બોલિવૂડની માતા કહેવાતી નિરુપા રોય આજે ભલે આપણી વચ્ચે નથી રહી, પરંતુ તેમની યાદો આજે પણ આપણી સાથે છે. અભિનેત્રી નિરુપા રોયે તેમના પતિના કહેવાથી ફિલ્મોમાં ઓડિશન આપ્યું હતું અને પસંદગી થઈ ગઈ હતી. પરંતુ તેમની આ સફર એટલી સરળ નહોતી.
એક ઇન્ટરવ્યુમાં નિરુપા રોયે કહ્યું હતું કે, કેવી રીતે ફિલ્મોમાં કામ કરવાથી તેમના સમાજમાં હંગામો મચી ગયો હતો, ખાસ કરીને તેમના પિતા સૌથી વધુ નારાજ થયા હતા.જે સમયે અભિનેત્રી નિરુપા રોય ફિલ્મ ઈન્ડસ્ટીમાં પ્રવેશી હતી, ત્યારે સારા પરિવારની છોકરીઓ અને મહિલાઓ માટે ફિલ્મોમાં કામ કરવું યોગ્ય માનવામાં આવતું ન હતું.
નિરુપાએ તેમના પતિની સલાહથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ જ્યારે નિરુપામાના પિતાને ખબર પડી કે તેમની પુત્રી ફિલ્મોમાં કામ કરી રહી છે, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા. પિતાએ એ સમયે નિરુપાને ત્યાં સુધી ધમકી આપી હતી કે, જો તું ફિલ્મોમાં કામ કરશે તો તે તેના માતાપિતા સાથેના બધા સંબંધો તોડી નાખશે.
જ્યારે અભિનેત્રી નિરુપાની ફિલ્મ 'રાણકદેવી' રિલીઝ થઈ, તો ઘરના બાકીના લોકોનો ગુસ્સો શાંત થઈ ગયો. પરંતુ નિરુપાના પિતાએ તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનો ચહેરો જોયો નહતો. તેનાથી દૂર રહ્યા હતા. પિતા જીવતા હતા ત્યારે પણ નિરુપાને તેમની માતાને ગુપ્ત રીતે મળવું પડતું હતું. નિરુપા રોયે ફિલ્મોમાં પોતાના નામે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. અભિનેત્રી નિરૂપાને સતત ત્રણ ફિલ્મો માટે ફિલ્મફેરનો બેસ્ટ સપોરિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.