Get The App

બોક્સ ઓફિસ પર ચાલ્યો Hi Nannaનો જાદુ, પહેલા દિવસે મૃણાલ ઠાકુર અને નાનીની ફિલ્મે કર્યું શાનદાર ઓપનિંગ, જાણો કલેક્શન

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
બોક્સ ઓફિસ પર ચાલ્યો Hi Nannaનો જાદુ, પહેલા દિવસે મૃણાલ ઠાકુર અને નાનીની ફિલ્મે કર્યું શાનદાર ઓપનિંગ, જાણો કલેક્શન 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર

સાઉથ એક્ટર નાની અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'હાય નન્ના' 7 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી છે. નાનીની ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે એનિમલ અને સામ બહાદુર જેવી બોલીવુડ ફિલ્મોના ધૂઆધાર કલેક્શન વચ્ચે પણ હાય નન્નાએ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે કરોડોનો બિઝનેસ કર્યો છે.

રિપોર્ટ અનુસાર હાય નન્નાએ પહેલા દિવસે 6.10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે. ફિલ્મ માટે આ એક સારુ ઓપનિંગ માનવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ અનુસાર ફિલ્મ 60થી 65 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવવામાં આવી છે અને જો ફિલ્મનું પરફોર્મન્સ આવુ રહ્યુ તો આ ખૂબ સરળતાથી પોતાનું બજેટ કાઢી શકશે.

દર્શકોને ફિલ્મની કહાની પસંદ આવી રહી છે

હાય નન્ના વિરાજ (નાની) જે વ્યવસાયે એક ફેશન ફોટોગ્રાફર છે અને તેમની 6 વર્ષની પુત્રી માહી (બેબી કિયારા ખન્ના)ની કહાની છે જે એક ખુશહાલ દુનિયામાં રહી રહ્યા છે. માહી જીવલેણ સ્થિતિ સિસ્ટિક ફાઈબ્રોસિસ સાથે ઝઝૂમી રહી છે. પિતા-પુત્રીની આ દુનિયામાં યશના (મૃણાલ ઠાકુર)ની એન્ટ્રી થઈ જાય છે. ફિલ્મની સ્ટોરીલાઈન દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. દરમિયાન દર્શક ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર પોતાનું રિએક્શન પણ આપી રહ્યા છે.

જાણો ક્યારે અને કયા ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

નાની અને મૃણાલ ઠાકુર સ્ટારર હાય નન્નાને શૌરયુવે ડાયરેક્ટર કરી છે. ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પર પણ રિલીઝ થવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર આ આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી શકે છે.



Google NewsGoogle News