આઈટીની ટીમ પુષ્પાના દિગ્દર્શક સુકુમારને એરપોર્ટ પરથી ઉઠાવી ગઈ
- પુષ્પાના નિર્માતાઓ બાદ ડાયરેક્ટરને ત્યાં પણ દરોડા
- નિર્માતાઓ તથા દિગ્દર્શકને ત્યાં દરોડામાં શું મળ્યું તેની વિગતો હજુ જાહેર નહીં
મુંબઇ: 'પુષ્પા' ફ્રેન્ચાઈઝીના ના પ્રોડયુસર દિલ રાજૂના ઘર પર ઇનકમ ટેક્સના છાપા પછી હવે તેના દિગ્દર્શક સુકુમારને ત્યાં પણ દરોડો પડયો છે. ઇનકમ ટેક્સ વિભાગે બુધવારે સુકુમારના ઘર અને ઓફિસ પર છાપો માર્યો હતો. આ સમયે તે હૈદરાબાદ એરપોર્ટ પર હતો . આઈટીની ટીમ તેને એરપોર્ટ પરથી જ ઉઠાવીને સીધી ઘરે લઈ ગઈ હતી.
કેટલાક કલાકો સુધી તેના ઘર અને ઓફિસમાં શોધખોળ થઇ હતી.જોકે તેમાં ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને શું શું મળ્યું છે તેની કોઇ માહિતી હજી સુધી મળી નથી.
હજુ ગઈકાલે ઇનકમ ટેક્સ વિભાગની ૫૫ ટીમે હૈદરાબાદમાં આઠ થી વધુ સ્થળોએ અચાનક છાપેમારી કરી હતી. ૨૧ જાન્યુઆરીથી શરૂ થયેલી આ છાપેમારી સાંજ સુધી ચાલી હતી. જેમાં 'પુષ્પા'ના નિર્માતાઓ દિલ રાજુ, યેરનેની અને મૈત્રી મૂવી મેકર્સના સંસ્થાપક રવિશંકર યેલમંચિલિની ઓફિસો તથા ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.