The Freelancer: એક્શન અને થ્રિલરથી ભરપુર સિરીઝ 'ધ ફ્રીલાન્સર'નો ક્લાઈમેક્સ આખરે રિલીઝ
નવી મુંબઇ,તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
વેબ સીરિઝ- ધ ફ્રિલાન્સર- દ કન્ક્લુઝન
નિર્દેશક- ભાવ ધુલિયા
સ્ટાર કાસ્ટ- મોહિત રૈના, અનુપમ ખેર, કશ્મીરા પરદેશી
આતંકી સંગઠન ISIS ના ચંગુલમાં તમારુ કોઇ પોતાનું ફંસાઇ જાય તો શું કરશો? પોલીસ, સિસ્ટમ અને જેટલી પાવરફુલ એંજન્સી છે તેના કોન્ટેક્ટ કરશો,પરંતૂ સીરિયા બોર્ડરની પેલી પાર ISIS ના બેંસ કેમ્પ જઇને આતંકવાદીઓને ચુનોતી આપવાની હિંમત તો નહીં જ કરો. ફિલ્મમેકર નીરજ પાંડેએ ક્રિએશનમાં બનેલી સીરીઝ ધ ફ્રી લાન્સર ની કહાનીનું આજ થીમ છે.
નીરજ પાંડેની એક્શન થ્રિલર સિરીઝ 'ધ ફ્રીલાન્સર'નો ક્લાઈમેક્સ આખરે રિલીઝ થઈ ગયો છે. મોહિત રૈનાની આ વેબ સિરીઝનો પહેલો ભાગ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ વેબસિરીઝનો બીજો પાર્ટ 15 ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે.
આ એક્શન અને થ્રીલર ક્રાઈમ વેબ સિરીઝના બીજો ભાગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર છેલ્લા ત્રણ એપિસોડ રિલીઝ કરવામાં આવ્યા છે. દર્શકોને આ સીરિઝ ખૂબ જ પસંદ આવી રહી છે, જ્યાં લોકો મોહિત રૈનાની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. પહેલા પાર્ટમાં પણ આ એક્ટરની એક્ટીંગ કમાલની હતી.
લોકોને મોહિત રૈના-અનુપમ ખેરની ધ ફ્રીલાન્સર પસંદ આવી રહી છે. આ સીરીઝની રિવ્યુની વાત કરીએ તો, એક યુઝરે લખ્યું કે 'ધ ફ્રીલાન્સર એ ફિલ્મ જોવી જ જોઈએ. નીરજ પાંડેએ ઉત્તમ કામ કર્યું છે અને મોહિત રૈનાએ અદભૂત અભિનય કર્યો છે. અનુપમ ખેર પણ બેસ્ટ છે.
એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, 'જો તમે હજી સુધી એક પણ સારી વેબ સિરીઝ જોઈ નથી, તો તમારે ફ્રીલાન્સર જોવી જ જોઈએ.'
તો બીજા યુઝરે લખ્યું કે 'નીરજ પાંડે સારી રીતે જાણે છે કે, દર્શકોનું મનોરંજન કેવી રીતે કરવું. પરંતુ આ ખોટું છે. હવે આપણે તેની આગામી સિઝનની પણ રાહ જોવી પડશે.
પહેલા ભાગની વાત કરીએ તો, અવિનાશ કામથ આલિયાને કોઈપણ ભોગે ઈસ્લામિક સ્ટેટના ચુંગાલમાંથી છોડાવવા મક્કમ હતા. હવે તેના બીજા ભાગમાં જોવાનું રહેશે કે, શું તે પોતાના મિશનમાં સફળ થાય છે કે નહીં?