સાહિલ ખાનની પત્નીએ ઈસ્લામ અંગીકાર કર્યો, લગ્નના એક વર્ષ બાદ લીધો નિર્ણય
Image: Facebook
Sahil Khan wife Milena Alexandras Conversion to Islam: એક્ટર અને ફિટનેસ આઈકોન સાહિલ ખાનની પત્ની મિલેના એલેક્ઝેનડ્રાએ ઈસ્લામ ધર્મ અપનાવી લીધો છે. આ વાતની જાણકારી પોતે સાહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી છે. સાહિલે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'આ વાતની જાહેરાત કરતાં મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે મારી પત્ની મિલેના એલેક્ઝેન્ડ્રાએ ઈસ્લામ ધર્મ અપનાવવાનો નિર્ણય લીધો છે. આ સુંદર યાત્રા માટે અલ્લાહુ અકબર! અલ્લાહ અમને માફ કરે અને અમારી દુઆ કબૂલ કરે.'
સાહિલ કરતાં 26 વર્ષ નાની છે મિલેના
મિલેના માત્ર 22 વર્ષની છે. જ્યારે સાહિલે વર્ષ 2024માં મિલેના સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે તે લગભગ 21 વર્ષની હતી. સાહિલ અને મિલેનાની વચ્ચે 26 વર્ષનું અંતર છે. આ સાહિલના બીજા લગ્ન છે. આ પહેલા સાહિલે વર્ષ 2003માં નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના બે વર્ષ બાદ જ બંનેના ડિવોર્સ થઈ ગયા હતા.
આ પણ વાંચો: શક્તિ કપૂરે 12 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા રીતસરની ભીખ માગી હતી, જાણો રસપ્રદ કિસ્સો
સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યાં
સાહિલની પોસ્ટ પર કમેન્ટ કરી એક યુઝરે લખ્યું, 'જો તે તને સાચો પ્રેમ કરે છે તો તેને ઈસ્લામ ધર્મ અપનાવવાની જરૂર શું છે.' જો તું તેને સાચો પ્રેમ કરે છે તો શું તું ખ્રિસ્તી ધર્મ સ્વીકાર નહોતો કરી શકતો? મને કોઈ વાંધો નથી. હું તો બસ એમ જ પૂછી રહ્યો છું.' બીજાએ લખ્યું, 'શું લગ્ન બાદ ધર્મ બદલવો જરૂરી છે.?' ત્રીજા યુઝરે લખ્યું, 'જો તું હકીકતમાં તેને પ્રેમ કરે છે તો તું શું ઈચ્છે છે કે તે પોતાનો ધર્મ બદલે? તેને તે રીતે જ સ્વીકારો જેવી તે છે.'
આ બોલિવૂડ ફિલ્મોમાં નજર આવ્યો હતો સાહિલ
સાહિલે વર્ષ 2001માં આવેલી ફિલ્મ 'સ્ટાઈલ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ સાહિલે 'એક્સક્યૂઝ મી' માં કામ કર્યું. જોકે, સાહિલને ગમ્યું નહીં. દરમિયાન તેણે બોલિવૂડ છોડી દીધું અને પોતાનું ડ્રીમ પૂરું કર્યું. સાહિલ અત્યારે એક જિમનો માલિક છે અને તેની 'ડિવાઈન ન્યૂટ્રિશન' નામની એક કંપની પણ છે.