અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, મુકેશ અંબાણીએ કહ્યું અતિથિ દેવો ભવ:

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર અને બોલિવૂડ સેલિબ્રિટી છવાયા

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, મુકેશ અંબાણીએ કહ્યું અતિથિ દેવો ભવ: 1 - image

image : Twitter



Anant Ambani and Radhika merchant Pre widding news | દુનિયાના ટોચના ધનિકોમાં સામેલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે થનારા લગ્નના પ્રિ વેડિંગ સમારોહની શરૂઆત જામનગરમાં થઇ ચૂકી છે. જેમાં દેશવિદેશથી ઘણાં મહેમાનો, સેલિબ્રિટીઓ અને હસ્તીઓ પધાર્યા છે. સૌને આવકારતાં મુકેશ અંબાણીનો પ્રિ વેડિંગ સમારોહનો પ્રથમ વીડિયો સામે આવી ગયો છે જેમાં તેઓ સૌનું સ્વાગત કરતાં જોઈ શકાય છે. 

મુકેશ અંબાણીએ મહેમાનોને કહ્યું અતિથિ દેવો ભવઃ 

મુકેશ અંબાણીએ પ્રિ વેડિંગ ફંક્શનની શરૂઆતમાં જ સૌને આવકારતાં કહ્યું કે હું અમારા તમામ મહેમાનોનું સ્વાગત કરું છું જે અમારા માટે ભગવાન જેવા છે. તેમણે આ સાથે અતિથિ દેવો ભવઃ પણ કહ્યું હતું. તેમણે મહેમાનોને આવકારતાં કહ્યું કે આપ સૌની હાજરીએ આ લગ્ન સમારોહને મંગલમય બનાવી દીધો છે. બધાની હાજરી બદલ તેમણે બધાને ધન્યવાદ કહ્યું હતું. 

રિહાનાનું દમદાર પરફોર્મન્સ 

બીજી બાજુ આ સમારોહ દરમિયાન ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાના સૌથી વધુ ચર્ચામાં રહી હતી. તેણે પ્રિ વેડિંગ ફંક્શનના પહેલા દિવસે રંગ રાખ્યો હતો. તેના દમદાર પરફોર્મન્સની ચારેકોરથી પ્રશંસા થઇ હતી. 

બોલિવૂડ સેલિબ્રિટી અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં 

બીજી બાજુ બોલિવૂડ સેલિબ્રિટીઓ અને બિઝનેસ જગતની હસ્તીઓના પણ ગ્લેમરસ લૂક જોવા મળ્યાં હતાં. સમારોહના પહેલા દિવસના વીડિયો પણ સામે આવ્યા હતા. જેમાં વિવિધ અભિનેતા અને અભિનેત્રીઓ તેમના પરિવાર સાથે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે આ પ્રિ વેડિંગ સમારોહ કુલ ત્રણ દિવસ ચાલવાનો છે. 

અનંત અંબાણી-રાધિકા મર્ચંટના પ્રિ વેડિંગનો પહેલો વીડિયો આવ્યો સામે, મુકેશ અંબાણીએ કહ્યું અતિથિ દેવો ભવ: 2 - image

 



Google NewsGoogle News