આલિયા ભટ્ટની આગામી ફિલ્મ જિગરાનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
આલિયા ભટ્ટની આગામી ફિલ્મ જિગરાનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો 1 - image


- આલિયા ફિલ્મની સહ નિર્માતા પણ છેે

- 11મી ઓક્ટોબરે રીલિઝ થનારી ફિલ્મમાં આલિયા સાથે વૈદાંગ રૈના સહકલાકાર

મુંબઇ : આલિયા ભટ્ટની નવી ફિલ્મ 'જિગરા' આગામી તા. ૧૧મી ઓક્ટોબરે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં તેનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો છે.  ફિલ્મનું દિગ્દર્શન વાસન બાલાએ કર્યું છે. ફિલ્મમાં વૈદાંગ રૈના તેનો સહકલાકાર છે. આ ફિલ્મ માટે આલિયાએ બાસ્કેટ બોલની ઘનિષ્ઠ તાલીમ લીધી છે. 

નિર્માતા તરીકે આલિયાની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ તેણે અને કરણ જોહરે કો પ્રોડયૂસ કરી છે. 

આલિયાની આ પછીની ફિલ્મોમાં સ્પાય ફિલ્મ 'આલ્ફા' તથા સંજય લીલા ભણશાળીની 'લવ એન્ડ વોર'નો સમાવેશ થાય છે. 


Google NewsGoogle News