Get The App

રણવીરની ધૂરંધરનું આખરી શિડયૂલ અમૃતસરમાં યોજાશે

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
રણવીરની ધૂરંધરનું આખરી શિડયૂલ અમૃતસરમાં યોજાશે 1 - image


- મુંબઈમાં લાંબુ શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયું      

- ફિલ્મમાં સંજય દત્ત,યામી ગૌતમ, આર માધવન સહિતના સહકલાકારો

મુંબઈ: રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર' પૂર્ણતાના આરે છે. તેનું બહુ લાંબુ શિડયૂલ મુંબઈના મઢ આઈલેન્ડ ખાતે એક સ્ટુડિયોમાં ચાલ્યું હતું. હવે તેનું છેલ્લું શિડયૂલ પંજાબના અમૃતસરમાં યોજાવાનું છે. 

ફિલ્મમાં રણવીર ઉપરાંત સજય દત્ત, યામી ગૌતમ, આર માધવન તથા અર્જુન રામપાલ સહિતના કલાકારો છે.  રણવીર ફિલ્મમાં ભારતીય જાસૂસી સંસ્થા રોના એક ઉચ્ચ  અધિકારીનો રોલ ભજવી રહ્યો છે. એક દાવા અનુસાર રણવીરનો રોલ ભારતના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ પર આધારિત છે.  આદિત્ય ધર આ ફિલ્મ બનાવી રહ્યો છે. 

રણવીરની છેલ્લી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ૨૦૨૩માં રીલિઝ થઈ હતી. 

તે પછી બે વર્ષથી તેની કોઈ ફિલ્મ આવી નથી. 

Tags :