એક સમયે માઓવાદીઓનો ગઢ ગણાતા આ સ્થળે ફિલ્મ 'પુષ્પા 2' નું શૂટિંગ કરાશે
મુંબઈ, તા. 11 એપ્રિલ 2023 મંગળવાર
ઓડિશાના મલ્કાનગિરી જિલ્લામાં સ્વાભિમાન આંચલ ઘણા વર્ષો સુધી માઓવાદીઓનો ગઢ હતુ પરંતુ હવે ત્યાં શાનદાર પરિવર્તન સાથે ફિલ્મ પુષ્પાની સિક્વલનું શૂટિંગ થશે. પુષ્પા 2: ધ રૂલનું શૂટિંગ હેંગિંગ બ્રિજ અને હંતલગુડા ઘાટ, ચિત્રકોંડામાં સ્પિલવે પર નિર્માણાધીન પુલ અને મલ્કાનગિરી અને જયપુર વચ્ચે NH-326 પર સપ્તધારા પુલ પર કરવામાં આવશે.
મે ના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે શૂટિંગ
મિથ્રી મૂવી મેકર્સ પ્રાઈવેટ લિમિટેડ ની એક ટીમે અમુક દિવસો સુધી સ્વાભિમાન અંચલની રેકી કરી અને પછી સ્થળોની પસંદગી કરી. ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યા પહેલા જમીનીસ્તરનું કામ કરવા માટે ટીમ શુક્રવારે અને શનિવારે આ વિસ્તારમાં ગઈ હતી. પ્રોડક્શન મેનેજર પી વેંકટેશ્વર રાવે મલ્કાનગિરી કલેક્ટર અને એસપી સાથે મે ના પહેલા અઠવાડિયાથી પસંદગી કરાયેલા સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવાની પરવાનગી માંગી હતી. શૂટિંગ માટે ટીમ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરશે.
પુષ્પા 2 ની ટીમે સ્વાભિમાન આંચલમાં સ્થળોની પસંદગી કરી અને ફિલ્મના દ્રશ્યો માટે શૂટિંગની પરવાનગી એસપી દ્વારા આપવામાં આવી છે. જે વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ થશે તે એક સમયે માઓવાદીઓનો ગઢ ગણાતુ હતુ. કમ્યૂનિકેશનના અભાવે માઓવાદીઓએ ફાયદો ઉઠાવ્યો અને સુરક્ષા કર્મચારીઓ અને તંત્ર પર ઘણા હુમલા કર્યા.
રાજ્ય સરકારે વિસ્તારમાં વિકાસ પ્રત્યે ધ્યાન આપ્યુ અને ગુરુપ્રિયા પુલનું નિર્માણ શરૂ કર્યુ, જેનું ઉદ્ઘાટન 2018માં કરવામાં આવ્યુ હતુ. સરકારે વિભિન્ન વિકાસાત્મક અને કલ્યાણકારી ગતિવિધિઓને પ્રોત્સાહન આપ્યુ અને સાથે સીએપીએફની તૈનાતીએ સુરક્ષામાં વધારો કર્યો. આનાથી વિસ્તારમાં શાંતિ આવી છે જે પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ઓળખાય છે.