'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મ, તમામ રેકોર્ડ તોડ્યા
Image: Facebook
Pushpa 2 Box Office Collection: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રુલ' એ પોતાના નામની જેમ દરેક જગ્યાએ 'રુલ' કરી લીધું છે. ફિલ્મ દરરોજ એક બાદ એક રેકોર્ડ્સને તોડતી જઈ રહી છે. હવે કદાચ જ કોઈ રેકોર્ડ બાકી હશે જેને અલ્લુ અર્જુન તોડી શકશે નહીં. ફિલ્મે પોતાનો ઈન્ટરનેશનલ રાજ પણ અકબંધ રાખ્યું છે. પુષ્પા 2 ઈન્ડિયાની સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ બની ગઈ છે.
પુષ્પાનું નેશનલ રાજ, ઈન્ટરનેશનલ પણ છવાયું
'પુષ્પા 2' એ પોતાની રિલીઝ બાદ માત્ર 7 દિવસોમાં દરરોજ આ ફિલ્મનો રેકોર્ડ તોડી દીધો છે. જેની કલ્પના પણ કોઈએ કરી નથી. ફિલ્મ ઈન્ડિયામાં તો તાબડતોડ પ્રદર્શન કરી રહી છે પરંતુ તેનું રાજ ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ વધુ ફેલાયેલું છે. ફિલ્મે વર્લ્ડવાઈડ રેકોર્ડતોડ કમાણી કરી નાખી અને દરેક તે ઈન્ડિયન ફિલ્મને પછાડી દીધી જેની ચર્ચા ચારે તરફ થતી હતી.
આ પણ વાંચો: અફવા બંધ કરો, નહીંતર કેસ કરીશ: સીતાના રોલ માટે માંસાહાર છોડવાની વાતો પર ભડકી સાઈ પલ્લવી
આ રહ્યું ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન
આ સાથે 'પુષ્પા 2' એ સાઉથના માસ્ટર કહેવાતાં ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી 2' ને પણ માત આપી દીધી છે. બાહુબલી 2 ઈન્ડિયાની એક સમય પર સૌથી ઝડપી 1000 કરોડ રૂપિયા કમાનારી ફિલ્મ હતી. ફિલ્મને 10 દિવસ થયા હતા આ સિદ્ધિને મેળવવામાં, જેને અલ્લુ અર્જુને એક જ અઠવાડિયામાં તોડી દીધો.
સૌથી ઝડપી 1000 કરોડ કમાનારી ઈન્ડિયન ફિલ્મો
ફિલ્મનું નામ | કેટલા દિવસમાં |
પુષ્પા 2 | 7 દિવસ |
બાહુબલી 2 | 10 દિવસ |
કલ્કિ 2898 એડી | 16 દિવસ |
કેજીએફ ચેપ્ટર 2 | 16 દિવસ |
RRR | 16 દિવસ |
જવાન | 18 દિવસ |
પઠાણ | 27 દિવસ |
પુષ્પા 2 નો ઈન્ડિયામાં ધમાકો
પુષ્પા 2 એ ઈન્ડિયામાં પણ શ્રેષ્ઠ કમાણી કરી દીધી છે. પોતાના પહેલા જ અઠવાડિયામાં ફિલ્મે ઈન્ડિયામાં 687 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે જે કોઈ પણ ફિલ્મથી વધારે છે. પુષ્પા 2 એ દરેક મોટા બજેટની ફિલ્મને માત આપીને પોતાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે જેને જોઈને દરેક અલ્લુ અર્જુનને ઈન્ડિયાનો સૌથી મોટો સુપરસ્ટાર માની રહ્યાં છે. એક જ અઠવાડિયામાં પુષ્પાએ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રેકોર્ડ તોડ્યો છે.
12 ડિસેમ્બરે દિલ્હીમાં પુષ્પા રાજના સક્સેસને પણ સેલિબ્રેટ કરવામાં આવી રહી છે. ફિલ્મે સૌથી ઝડપી 1000 કરોડની કમાણી કરી, જે બાદ એક ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં આવી. ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગનો જલવો ખૂબ જોરદાર છે જેને જોવા માટે લોકોની ભીડ થિયેટર્સની બહાર જમા થઈ રહી છે. ફિલ્મમાં તેની જોડી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાની સાથે ખૂબ જામે છે પરંતુ પહેલા પાર્ટના વિલન ફહાદ ફાસિલનું કામ થોડું ફિક્કું પડ્યું. ફિલ્મને ડાયરેક્ટ સુકુમારે કરી છે અને આ 5 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી.