સિંઘમ અગેઈનમાંથી હટાવાયો રાવણ અને માતા સીતાનો વિવાદિત સીન, ડાયલોગ પણ બદલાયો
Image: Facebook
Singham Again: રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેઈન' દિવાળીએ રિલીઝ થવાની છે. ફિલ્મ સેન્સર બોર્ડથી પાસ થઈ ચૂકી છે. જોકે, સેન્સર બોર્ડે ફિલ્મને U/A સર્ટિફિકેટ આપવા સાથે જ અમુક સીન્સ પર કાતર પણ ફેરવી છે. સિંઘમ અગેનને રામાયણ સાથે જોડવામાં આવી છે. દરમિયાન ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે તેથી બોર્ડે 7.12 મિનિટના ફૂટેજને સેન્સર કરી છે.
બોર્ડે આ સીન્સને કર્યા સેન્સર
ફિલ્મને જોઈ રહેલી સેન્સર બોર્ડની કમિટીએ બે જગ્યાએ 23 સેકન્ડ લાંબા મેચ કટ સીનને જરૂરિયાતના હિસાબે બદલવા માટે કહ્યું છે. રિપોર્ટ અનુસાર પહેલા 23 સેકન્ડ લાંબા સીનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનને સિંઘમ (અજય દેવગણ), અવની (કરીના કપૂર) અને સિમ્બા (રણવીર સિંહ) તરીકે દર્શાવાયા છે. બીજા 23 સેકન્ડ લાંબા સીનમાં સિંઘમ અને શ્રી રામના ચરણ સ્પર્શ કરનારો સીન દર્શાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સલમાનને વારંવાર મળતી ધમકીઓથી સોહેલની એક્સ વાઈફને થઈ ગભરામણ, કહ્યું- થાય છે બાળકોની ચિંતા
આ સીનને ફિલ્મથી હટાવાયા
આ સિવાય સેન્સર બોર્ડે મેકર્સને એક 16 સેકન્ડનો સીન કાપવા માટે કહ્યું છે જેમાં રાવણ, માતા સીતાને પકડી રહ્યો છે, ખેંચી રહ્યો છે અને ધક્કો મારી રહ્યો છે. એક 29 સેકન્ડના સીનને પણ હટાવાયો છે જેમાં હનુમાનને સળગતાં અને સિમ્બાને ફ્લર્ટ કરતાં દર્શાવાયા છે. આ સાથે જ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા શિવ સ્ત્રોતને પણ ડિલીટ કરી દેવાયો છે.
આખો ડાયલોગ બદલાવ્યો
બોર્ડે એક 26 સેકન્ડનો ડાયલોગ અને સીનને પણ સેન્સર કર્યો છે. બોર્ડે કહ્યું કે આ ડાયલોગ ભારતના પાડોશી રાજ્યોની સાથે આંતરરાષ્ટ્રીય સંબંધો પર અસર નાખી શકે છે.
ડિસ્ક્લેમર જોડવામાં આવ્યુ
સીબીએફસીએ ટીમને ફિલ્મની શરૂઆતમાં એક ડિસ્ક્લેમર જોડવાનો આદેશ આપ્યો છે જેમાં લખ્યું છે, 'આ ફિલ્મ સંપૂર્ણરીતે કાલ્પનિક છે... ફિલ્મની કહાની ભલે ભગવાન રામથી પ્રેરિત છે, પરંતુ આ ફિલ્મના કોઈ પણ પાત્રને ભગવાન તરીકે ન જોવામાં આવે. કહાનીમાં આજની દુનિયાના લોકો, સમાજ, તેમની સંસ્કૃતિ અને પરંપરા દર્શાવવામાં આવી છે.'