Get The App

તોમર સિસ્ટર્સની બાયોપિકમાં ફાયરિંગ રેન્જ બનાવવી એ પડકાર હતો

Updated: Sep 3rd, 2019


Google NewsGoogle News
તોમર સિસ્ટર્સની બાયોપિકમાં ફાયરિંગ રેન્જ બનાવવી એ પડકાર હતો 1 - image


મુંબઇ, તા. 03 સપ્ટેમ્બર 2019, મંગળવાર

શાર્પશૂટર ચંદ્રો અને પ્રકાશી તોમર પર બાયોપિકનું નિર્માણ થઈ રહ્યું છે. સાંડ કી આંખ નામની આ ફિલ્મમાં તોમર સિસ્ટર્સની ભૂમિકા તાપસી પ્રભુ અને ભૂમિ પેડણેકર ભજવી રહી છે. આ ફિલ્મના પરિણામ પાછળ લેખક-દિગ્દર્શક ઉપરાંત પ્રોડક્શન ડિઝાઇનર રવિ શ્રીવાસ્તવની કુશળતા પણ મોટો ભાગ ભજવશે. ગ્રામીણ પરિવેશમાં આકાર લેતી આ ફિલ્મ વાસ્તવિક બને એવી ડિરેક્ટરની ઇચ્છા છે, પરંતુ સાથોસાથ આ ફિલ્મનો એક કમર્શિયલ પહેલું પણ છે. આ બન્ને વચ્ચે સંતુલન સાધીને પ્રોડક્શન ડિઝાઇનરે ઉત્તર પ્રદેશના જોહરી નજીક સેટ ઊભો કર્યો.

નિશાનેબાજની પ્રેક્ટિસ માટે ૧૦ મીટર લાંબી ફાયરિંગ રેન્જ બનાવવી એ એક પડકાર હતો.


Google NewsGoogle News