કોમેડી ફિલ્મ હાઉસફુલ 5મા કલાકારોની યાદી લાંબી લચક
- આ ફિલ્મનું દિગ્દર્શન મનસુખાની દ્વારા કરવામાં આવ્યું છે અને તેને જુન 2025માં રિલીઝ કરવામાં આવશે.
મુંબઇ : સાજિદ નડિયાદવાળાની હાઉસફુલ ૫ પ્રથમ એવી ફ્રેન્ચાઇજી છે જે પાંચમા ભાગ પર પહોંચી ગઇ છે. આ ફિલ્મ મનોરંજન, મસ્તી અને કોમેડીથી ભરપુર છે. હાઉસફુલ ૫ની હાલમાં સોશયલ મીડિયા પર એક તસવીર મુકવામાં આવી છે જેમાં કલાકારોની યાદી લાંબીલચક જોવા મળે છે.
હાઉસફુલ ૫ ફિલ્મ બોલીવૂડની સૌથી વધુ કલાકારો સાથેની એક કોમેડી ફિલ્મ છે. જેમાં અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, જેકલીન ફર્નાડીઝ, સોનમ બાઝવા, નરગિસ ફક્રી, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, ચંકી પાંડે સામેલ છે.
જોની લીવર, શ્રેયસ તળપદે, ડિનો મોરિયા, ત્રિા૯ંદા સિંહ, રણજીત, સૌદર્યા શર્મા, નિકિતિન ધીર અને વધુ કલાકારો કામ કરી રહ્યા છે.