રણબીરની રામાયણનું બજેટ 800 કરોડને પાર
- અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની શકે
- વધુ પડતાં બજેટ મુદ્દે જ મધુ મન્ટેનાએ સહ નિર્માતા તરીકે ફિલ્મ છોડી દીધી હતી
મુંબઇ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની આગામી ફિલ્મ 'રામાયણ'નું બજેટ અંદાજે ૮૩૫ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે.આ ફિલ્મ ૨૦૨૭માં રીલિઝ થાય તેવી શક્યતા છે.
ફિલમ એક કરતાં વધુ ભાગમાં બનવાની છે, અને ફક્ત પ્રથમ ભાગનું બજેટ જ રૂપિયા ૮૩૫ કરોડ છે. જેમ જેમ આ ફિલ્મની ફ્રેન્ચાઇઝી વધતી જશે તેમ તેમ ફિલ્મના બજેટમાં વધારો કરવામાં આવશે.
આ ફિલ્મના પોસ્ટ- પ્રોડકશન કામ માટે ફક્ત ૬૦૦ દિવસ લાગવાના હોવાથી તગડું રોકાણ જરૂરી બની ગયું છે. આ ફિલ્મ બનાવા માટે પુષ્કળ નાણાં ખર્ચ કરવાનો આઇડિયા ફક્ત ભારતીય સિનેમાને ગ્લોબલ પર લઇ જવાનો છે, તેમ સૂત્રે વધુમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના બજેટ બાબતે જ નિર્માતાઓ વચ્ચે તકરાર થયા બાદ સહ નિર્માતા મધુ મન્ટેનાએ આ ફિલ્મ છોડી દીધી છે. મધુ મન્ટેનાએ ફિલ્મના કોપીરાઈટ હજુ પણ પોતાની પાસે હોવાની જાહેર નોટિસ પણ આપી છે.