બોલિવૂડ એક્ટરને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
Image: Facebook
Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને જોરદાર સમર્થન મળ્યું છે. ભાજપ અને સહયોગીઓએ મહાઅઘાડી ગઠબંધનના સૂપડાં સાફ કરી દીધા છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ઘણી બેઠકો પર ચોંકાવનારા પરિણામ મળ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં સેલિબ્રિટી એજાઝ ખાન છે. એજાઝ ખાન પણ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા ઉતર્યો હતો. એજાઝ મોટા-મોટા દાવા કર્યાં હતા.
વર્સોવા બેઠકથી ખરાબ રીતે હાર્યો એજાઝ ખાન
એજાઝ ખાને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈની વર્સોવા બેઠકથી ચૂંટણી લડી હતી. એજાઝ ખાનને ચંદ્રશેખરની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) થી ચૂંટણી માટે ટિકિટ મળી હતી. જે બાદ એજાઝ માટે પોતે ચંદ્રશેખરે પણ મુંબઈ પહોંચીને પ્રચાર કર્યો હતો. આજે સવારથી જ પરિણામ આવવાના શરૂ થયા તો એજાઝ ખાનની સ્થિતિનો ખુલાસો થયો હતો. 10 રાઉન્ડની ગણતરી સુધી એજાઝને 70ની આસપાસ જ વોટ્સ મળ્યા હતા જ્યારે ખાસ વાત એ છે કે એજાઝે દાવો કર્યો કે મારા ફેમિલી મેમ્બર્સ જ આનાથી વધુ છે. જોકે હવે તેના વોટની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો એજાઝ
પરિણામ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સે એજાઝ ખાનની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. સોશિયલ મીડિયા પર એજાઝની ડિપોઝીટ જપ્ત થવાને લઈને ઘણા મીમ્સ વાયરલ થતાં નજર આવ્યા. એક મીમમાં યુઝરે લખ્યું હતું કે એજાઝને પોતાની ફેમિલીના પણ વોટ મળ્યાં નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળના પાંચ મોટા કારણો, જાણો કયા કયા
લોકોએ ફની કમેન્ટ કરી
એક યુઝરે લખ્યું, 'આખરે તે કયા લોકો છે જેમણે એજાઝને વોટ આપ્યા છે. તેની પર રિસર્ચ થવું જોઈએ.' એક અન્ય યુઝરે લખ્યું 'એજાઝ, રીલ લાઈફ રિયલ હોતી નથી. 56 લાખ ઈન્સ્ટાગ્રામ ફોલોઅર વાળા માણસને 100થી પણ ઓછા વોટ મળ્યા છે.' એજાઝ ખાનને 18 રાઉન્ડની ગણતરી બાદ પણ માત્ર 146 વોટ જ મળ્યા છે.