મિત્રતા અને રોમાન્સથી ભરપુર The Archies નું દમદાર ટ્રેલર રિલીઝ

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
મિત્રતા અને રોમાન્સથી ભરપુર The Archies નું દમદાર ટ્રેલર રિલીઝ 1 - image


નવી મુંબઇ,તા. 9 નવેમ્બર 2023, ગુરુવાર 

ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ આર્ચીઝ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નવા ચહેરા જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લૂક, પોસ્ટર અને ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યા હતા.  રસપ્રદ વાત એ છે કે 'ધ આર્ચીઝ'ના ઘણા સ્ટાર કિડ્સ બી-ટાઉનમાં ડેબ્યૂ કરી રહ્યા છે. જેમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, બોની કપૂરની પુત્રી ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદાનું નામ સામેલ છે. 

‘ધ આર્ચીઝ’ ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ કોમિક બુક 'ધ આર્ચીઝ' પર આધારિત છે. 'ધ આર્ચીઝ'ના અન્ય સ્ટાર્સની વાત કરીએ તો મિહિર આહુજા, અદિતિ સહગલ, યુવરાજ મેંડા અને વેદાંગ રૈનાનો સમાવેશ થાય છે. 


'ધ આર્ચીઝ'નું ટ્રેલર લાજવાબ 

ટ્રેલર અમને 60 ના દાયકાના રિવરડેલ પર લઈ જાય છે જ્યાં કિશોરો આર્ચી એન્ડ્રુઝ (અગસ્ટ નંદા), બૈટી કપૂર (ખુશી કપૂર), વેરોનિકા લોજ (સુહાના ખાન), જુગહેડ, દિલ્ટન, એથેલ, મૂસ અને અન્ય ઘણા લોકો તેમનો સમય સ્કેટિંગ, ડાન્સિંગ કરવામાં વિતાવતા હોય છે. 

ટ્રેલરમાં આર્ટી, બેટી અને વેરોનિકા વચ્ચે લવ ટ્રાયએંગલ જોવા મળે છે. હિલ સ્ટેશન પરના આ બધા મિત્રોનું સુખી જીવન ત્યારે બદલાઈ જાય છે જ્યારે વેરોનિકાના પિતાએ પોતાનો બિઝનેસ વધારવા માટે ગ્રીન પાર્ક પર એક ભવ્ય હોટેલ બનાવવાનું નક્કી કર્યું. આ પછી, 'ધ આર્ચીઝ' ટીમ તે પાર્કને બચાવવા માટે સંઘર્ષ કરે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થશે.


Google NewsGoogle News