ટ્રોલ્સે 'આન્ટી' કહી તોય અભિનેત્રીને કોઈ ફેર ન પડ્યો, કહ્યું - હું તો આજે પણ હૉટ છું...
Image: Facebook
Priyamani: એક્ટ્રેસ પ્રિયામણિ છેલ્લી વખત શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' માં નજર આવી હતી. ઘણી વખત પ્રિયામણિ ટ્રોલ્સના નિશાને આવી છે. પ્રિયામણિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'મને ઓનલાઈન ખૂબ નેગેટિવિટી વેઠવી પડે છે. લોકો મને બોડીશેમ કરવાની સાથે સ્કિન શેમ પણ કરે છે. અમુક લોકો મને વૃદ્ધા અને કાળી કહે છે'. જ્યારે પ્રિયામણિ પોતાના મેકઅપ વિનાના ફોટો શેર કરે છે ત્યારે પણ લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે.
આ પણ વાંચો: એક્ટર ટીકુ તલસાણિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
પ્રિયામણિએ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો. એક્ટ્રેસે કહ્યું, 'તો શું, આજે નહીં તો કાલે તમે પણ આંટી બનશો. હું 38 વર્ષની છું અને હજુ પણ હોટ છું. પોતાનું મોઢું બંધ રાખો. આ હું છું. હું પોતાની સ્કિનમાં કમ્ફર્ટેબલ છું અને મારું મન જે કરશે તે હું કરીશ.' તમારે લોકોએ મોટા થવાની જરૂર છે. આ મારી લાઈફ છે હું પોતાની શરત પર આને જીવીશ. હું પોતાને લઈને કોઈને જવાબ આપવાની નથી.' પ્રિયામણિના ચાહકો તેને સપોર્ટ કરી રહ્યાં છે. ચાહકો પણ એક્ટ્રેસની હા માં હા કરી રહ્યાં છે. કહી રહ્યાં છે કે તમારે જેમ જીવવું હોય તેમ જીવો. લોકોને બોલવા દો.