Bollywood Vanity Van: તે એક્ટર જેમની પાસે શાહરૂખ-સલમાન કરતા પણ મોંઘી વેનિટી વેન છે

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
Bollywood Vanity Van: તે એક્ટર જેમની પાસે શાહરૂખ-સલમાન કરતા પણ મોંઘી વેનિટી વેન છે 1 - image


                                                     Image Source: Freepik

મુંબઈ, તા. 02 નવેમ્બર 2023 ગુરૂવાર

જ્યારે બોલીવુડે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું તે સમયે વૃક્ષની પાછળ કે આસપાસ હાજર કોઈ ઘરમાં જઈને એક્ટર પોતાના કપડા પહેરતા કે બદલતા હતા. મેકઅપથી લઈને હેરસ્ટાઈલ સુધી, દરેક કામ શૂટિંગની પાસે એક્ટર માટે લગાવવામાં આવેલી ખુરશી પર જ કરવામાં આવતુ. સમય બદલાઈ ગયો અને એક્ટર્સ માટે મેકઅપ રૂમ બનાવવામાં આવ્યા, પરંતુ આઉટડોર શૂટિંગના સમયે એક્ટર્સને અને ખાસ કરીને એક્ટ્રેસેસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ન તો ટોયલેટ્સ હતા કે ન તો આરામ કરવા માટે ખાસ જગ્યા. શિલ્પા શિરોડકરના જણાવ્યા અનુસાર તે જમાનામાં ગરમીની સીઝનમાં તેઓ ફેન અને મેકઅપ લૂછવા માટે મખમલનું કપડુ હાથમાં લઈને ફરતા હતા પરંતુ વર્ષ 1991માં પૂનમ ઢિલ્લોએ પહેલી વેનિટી વેન બનાવી, તેમણે એક બસને મોડિફાઈ કરતા આ વેનિટી વેન બનાવી હતી. 

પૂનમ ઢિલ્લોએ ન માત્ર પોતાના માટે વેનિટી વેન બનાવી પરંતુ તેમણે વેનિટી વેનનો બિઝનેસ શરૂ કરી દીધો. પહેલા ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ પોતે કલાકારો માટે શૂટિંગના સમયે વેનિટી વેન આપતા હતા, જેમાં એસી હોય અને મેકઅપ માટે એક ડ્રેસિંગ રૂમ, એક ખુરશી, આરામ કરવા માટે એક બેડ પરંતુ સૌથી પહેલા બોલીવુડના 'છોટે નવાબ' સૈફ અલી ખાને પોતાના માટે ખાસ વેનિટી વેન બનાવડાવી હતી અને હવે ઘણા સુપરસ્ટાર્સે પોતાની પર્સનલ વેનિટી વેન બનાવી છે, જેને તેઓ પોતાની સાથે શૂટિંગ પર લઈ જવાનું પસંદ કરે છે. 

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનની વેનિટી વેનને લઈને ઘણા વિવાદ થયા. રિપોર્ટ અનુસાર મન્નત જેવો મોટો બંગલો હોવા છતાં શાહરૂખ ખાન પોતાની વેનિટી વેન પોતાના ઘરની નજીક લોકો માટે બનાવવામાં આવેલા માર્ગ પર પાર્ક કરતા હતા. જેના કારણે તેમના પાડોશી અને તે રસ્તા પરથી પસાર થનાર લોકોને તકલીફ થતી હતી. શાહરૂખ ખાનની આ વેન લગભગ 4 કરોડની છે. આટલા રૂપિયામાં તો મુંબઈમાં શાહરૂખ ખાનના ઘરની નજીક એક વન બેડરૂમ હોલ કિચનના ફ્લેટ મળી જાય.

શાહરૂખ ખાનની વેનિટી વેન ઘણા અર્બન ગેજેટ્સથી ભરપૂર છે. જ્યાં દરેક પ્રકારના કન્ફર્ટની સુવિધાઓ ઉપલબ્ધ છે. બે રૂમની આ વેનિટીને શાહરૂખ દરેક જગ્યાએ લઈને જાય છે. આઉટડોર શૂટિંગના સમયે 2-3 દિવસ પહેલા જ વેનને લોકેશન પર મોકલી દેવામાં આવે છે.

સલમાન ખાન

દબંગ એક્ટર સલમાન ખાનની વેનિટી વેનની ખાસિયત તેમાં હાજર જિમ એરિયા છે. સલમાન ખાનની વેનિટી વેનની કિંમત પણ લગભગ 4 કરોડ છે. આ વેનિટીમાં સલમાનનું પોટ્રેટ પણ છે. શૂટિંગના દરેક શેડ્યૂલમાં પોતાની વેનિટી સાથે લઈને જનાર સલમાન બિગ બોસના શૂટિંગ સમયે વેનિટીનો ઉપયોગ બિલકુલ પણ કરતા નથી કેમ કે મેકર્સે પોતાના આ હોસ્ટ માટે અલગ શેલેટ બનાવ્યો છે.

અજય દેવગન

અજય દેવગનની લગભગ 5 કરોડની વેનિટી વેન સંપૂર્ણરીતે વ્હાઈટ છે. આ વેનિટી વેનમાં ઓફિસ સ્પેસની સાથે-સાથે કિચન યૂનિટ પણ હાજર છે.

કંગના રનૌત

ક્વીન ફેમ કંગના રનૌત બોલીવુડની પહેલી એક્ટ્રેસ છે, જેણે પોતાના માટે કરોડો રૂપિયા ખર્ચીને ખાસ વેનિટી વેન બનાવડાવી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પોતાની વેનિટી વેનને બીજુ ઘર કહે છે અને બોલીવુડ એક્ટ્રેસે આ હરતા-ફરતા ઘરને ખૂબ સુંદરતાથી સજાવ્યુ છે. આ વેનમાં સોફ્ટ ટોય છે, બારીઓ પર પડદા સજાવવામાં આવ્યા છે અને સાથે-સાથે અંદરથી ઘણા મોટિવેશનલ કોટ્સ અને શાનદાર પેઈન્ટિંગની સાથે સાથે આ વેનને પર્સનલ ટચ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

આ સિવાય વરુણ ધવન, અક્ષય કુમારથી લઈને જ્હોન અબ્રાહમ સુધી ઘણાની પાસે પોતાની વેનિટી વેન છે.


Google NewsGoogle News