રણબીર અને આલિયાને પાપારાત્ઝીઓએ ઘેરી લેતાં અભિનેતા ભડક્યો
- સોશિયલ મીડયા પર વાયરલ થયેલા વીડિયોમાં આ દરમિયાન આલિયા નર્વસ થયેલી જોવા મળી
મુંબઇ : શુક્રવારે રાતના આલિયા ભટ્ટની માતા સોની રાઝદાનનો જન્મદિવસ હતો ત્યારે કુટુંબીજનોએ એક રેસ્ટોરન્ટમાં સાથે ડિનર કર્યું હતું. તેવામાં ડિનર કરીને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા કે તરત જ ત્યાં ઊભા રહેલા પાપારાત્ઝીઓએ તેમને ઘેરી લીધા હતા. પરિણામે આલિયા થોડી અન્ફકર્મટેબલ થઇ ગઇ હોવાથી રણબીરે તેને સંભાળી લીધી હતી, પરંતુસાથેસાથે પાપારાત્ઝી પર ભડકીને તમે લોકો આ શું કરી રહ્યા છો ? તેવી બૂમાબૂમ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયાના એક પોર્ટલે શેર કરેલા વીડિયોમાં જોવા મળે છે કે, રણબીર અને આલિયા રેસ્ટોરન્ટમાંથી કારમાં બેસવા જવા નીકળે છે ત્યારે પાપારાત્ઝીઓ તેમની તસવીર લેવા પડાપડી કરતાં હતા. હદ તો ત્યારે થઇ ગઇ હતી કે જ્યારે તેઓ કારમાં બેસતા હતા ત્યારે પણ તેઓ વીડિયો અને ફોટોગ્રાફી માટે પડાપડી કરતા હતા. આ દરમિયાન આલિયા નર્વસ થયેલી જોવા મળી હતી. અન્ય એક વીડિયોમાં રણબીર પોતાના સસરા મહેશ ભટ્ટ સાથ ેવાતચીત કરી રહેલો અને તેને તેની ગાડીમાં બેસાડતા જોવા મળ્યો હતો. આ પછી રણબીર આલિયા સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યો હતો.