Get The App

ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ માટે AAPનો આભાર,બોલીવૂડ એક્ટરનું આવ્યુ રિએક્શન

Updated: Dec 8th, 2022


Google News
Google News
ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ માટે AAPનો આભાર,બોલીવૂડ એક્ટરનું આવ્યુ રિએક્શન 1 - image


નવી દિલ્હી,તા. 8 ડિસેમ્બર 2022, ગુરુવાર    

ગુજરાત વિધાનસભા ચૂંટણીના વલણોમાં ભાજપે તમામ પક્ષોને પાછળ છોડીને નિર્ણાયક લીડ મેળવી લીધી છે. જ્યારે ભાજપ વિશાળ માર્જિન સાથે નંબર 1 પર છે, જ્યારે કોંગ્રેસની બેઠકો ગત વખતની સરખામણીમાં ઘણી ઓછી થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આ રીતે, એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ખાડો પાડ્યો છે અને તેના કારણે કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ વિવેચક કમાલ આર ખાને ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને ટ્વીટ પણ કર્યું છે. 

કમલ આર ખાને ટીવીટ કરતાં લખ્યું કે, 'ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરવા માટે આમ આદમી પાર્ટીનો આભાર. ગુજરાતમાં કેજરીવાલેએ જ કર્યું છે કે,હમ તો ડુબેંગે સનમ તુમકો ભી લે ડુબેગેં,.  

આ રીતે કમાલ આર ખાને ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન માટે આમ આદમી પાર્ટીને સીધો જવાબદાર ઠેરવ્યો છે.

કમાલ આર ખાન એટલે કે, કેઆરકેના ટ્વીટ પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું છે કે, કોંગ્રેસ પોતાને ડૂબવા માંગે છે,તેને કોણ ડુબાડશે? આટલું જ નહીં ચાહકો તેના ટ્વીટ પર ઘણા મીમ્સ પણ શેર કરી રહ્યા છે.

Tags :