Get The App

ભારત-પાકિસ્તાન પર બની સાઉથની ફિલ્મ, ગદર 2ને આપશે ટક્કર! સામે આવી પહેલી ઝલક

પહેલી ઝલકમાં નાગા ચૈતન્ય એક માછીમારના રોલમાં જોવા મળે છે

'ભારત માતા કી જય' બોલે છે ત્યારે ભલભલાના રુવાટા ઉભા થઈ જાય છે

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ભારત-પાકિસ્તાન પર બની સાઉથની ફિલ્મ, ગદર 2ને આપશે ટક્કર! સામે આવી પહેલી ઝલક 1 - image

Image Twitter 


Thandel First Glimpse: સાઉથની નેચરલ બ્યૂટી એટલે કે સાઈ પલ્લવી (Sai Pallavi)ની 2024માં આવનારી ફિલ્મ થંડેલની પહેલી ઝલક સામે આવી છે, જેમા નાગા ચૈતન્ય (Naga chaitanya) અને સાઈ પલ્લવીનો લુક અને ફિલ્મની સ્ટોરી જોઈ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પહેલી ઝલકમાં નાગા ચૈતન્ય એક માછીમારના રોલમાં જોવા મળે છે. તો વળી તેમનો બીજો કઠોર લુક અને શ્રીકાકુલમ સ્લેંગનો ઉપયોગ લોકોને પસંદ કરી રહ્યા છે. આટલું જ નહીં, ભારત-પાકિસ્તાન પર બનેલી આ ફિલ્મની સ્ટોરીની એક ઝલક જોયા બાદ ચાહકો 'ભારત માતા કી જય' ના ​​નારા લગાવવા મંડ્યા હતા.

'ભારત માતા કી જય' બોલે છે ત્યારે ભલભલાના રુવાટા ઉભા થઈ જાય છે 

ટીઝરમાં જોઈ શકાય છે કે નાગા ચૈતન્ય ભારતનો સમુદ્ર પાર કરીને પાકિસ્તાનમાં પહોચી જાય છે, જેના કારણે પાકિસ્તાની સરકાર દ્વારા તેને કસ્ટડીમાં નાખી દેવામાં આવે છે. ક્લિપમાં આગળના ભાગમાં નાગા ચૈતન્ય કરાચી જેલમાં જોવા મળે છે, પરંતુ તે સમયે તેનો આત્મવિશ્વાસ જોવા લાયક છે. એક સીનમાં તેઓ 'ભારત માતા કી જય' બોલે છે ત્યારે ભલભલાના રુવાટા ઉભા થઈ જાય તેવી પળ હોય છે. 

ફિલ્મનું ડાયરેક્શન ચંદૂ મોંડેટીએ કર્યુ છે

ટીઝરનાં અંતમાં સાઈ પલ્લવીની એક ઝલક જોવા મળે છે, જે દરિયા કિનારે ચાલતી જોવા મળે છે. જે તેનો બીજો લુક એકવાર ફરી ચાહકોના દિલ જીતી લે છે. સ્વાભાવિક છે કે ફિલ્મનું ડાયરેક્શન ચંદૂ મોંડેટીએ કર્યુ છે. આ ફિલ્મને ચૈતન્યના કરિયર માટે એક ઐતિહાસિક ફિલ્મનો ટેગ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કેટલાક ચાહકોનું કહેવું છે કે, આ ફિલ્મ 'ગદર 2'ને ટક્કર આપશે, જોકે એ તો રિલીઝ થયા પછી જ ખબર પડશે.


Google NewsGoogle News