થલાપતિ વિજય રાજનિતીમાં સામેલ થયા પછી પુત્ર ફિલ્મમાં પદાર્પણ કરશે
મુંબઇ : થલાપતિ વિજયે હવે રાજકારણમાં વધુ સમય આપી રહ્યો છે. તો હવે તેનો પુત્ર જેસન સંજય પિતાના વારસાને આગળ વધારવાના પ્રયાસમાં આવી ગયો છે.
થલાપતિ વિજયના પુત્રની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. જેમાં સંદીપ કિશન લીડ રોલ કરી રહ્યો છે. ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેસન સંજયની ફિલ્મની વાર્તા સ્પોર્ટસ પરઆધારિત છેે. હાલમાં જ લાઇકા પ્રોડકશન્સે સોશ્યલ મીડિયા પર જેસન સંજયની ડાયરેકોટોરિયલ ડેબ્યુનું પ્રથમ મોશન પોસ્ટર રિલીજ કર્યું હતું જે પ્રશંસકોને પસંદ પડયું છે.
થલાપતિ વિજય દક્ષિણના ફિલ્મનો લોકપ્રિય અભિનેતા છે. તે પોતાના અભિનય માટે તગડી ફી વસૂલ કરવા માટે જાણીતો છે. પરંતુ તે પોતાની રાજકીય પાર્ટી સાથે વધુ સક્રિય થઇને એકટિંગને ઓછું મહત્વ આપી રહ્યો છે.