થલાપતિની હિન્દીમાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી, જાણો Leoની 9માં દિવસની કમાણી
Image Source: Twitter
મુંબઈ, તા. 28 ઓક્ટોબર 2023 શનિવાર
થલાપતિ વિજય, તૃષા કૃષ્ણન અને સંજય દત્ત સ્ટારર લોકેશ કનગરાજની લિયોએ સતત 9 મા દિવસે 7 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યુ છે. બીજા શુક્રવારે હિંદી બોક્સ ઓફિસ પર ફિલ્મે શાનદાર સફળતા મેળવી. રિપોર્ટ અનુસાર તેણે લગભગ 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ. આ 10માં અને 11માં દિવસે પણ સારી કમાણી કરી રહી છે અને સારી કમાણી કરનારી બીજી તમિલ ફિલ્મ બની જશે. તેની ટક્કરમાં 12વી ફેલ, તેજસ અને સજિની શિંદે કા વાયરલ વીડિયો જેવી નવી ફિલ્મો હતી અને હોલીવુડની દિગ્ગજ ફિલ્મ કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂને પણ માર્કેટમાં ધૂમ મચાવી છે, પરંતુ થલાપતિ વિજયની ફિલ્મ મજબૂતીથી ટકેલી રહી.
લિયોએ 8 દિવસ બાદ 9માં દિવસે બોક્સ ઓફિસ પર 7 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને પોતાના હિંદી વર્ઝનમાં પણ ખૂબ સારુ પ્રદર્શન કરી રહી છે. આ હિંદીમાં વિજયની અત્યાર સુધીની સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ છે, જે તેમની તાજેતરની ફિલ્મો વારિસુ અને માસ્ટરથી પણ વધુ છે. લિયો માટે સૌથી મોટી જીત એ છે કે તે માત્ર સિંગલ સ્ક્રીનમાં રિલીઝ સાથે પણ શ્રેષ્ઠ કલેક્શન મેળવવામાં સક્ષમ છે.
લિયો બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મના થિયેટર અને ડિજિટલ રિલીઝ વચ્ચે 8 અઠવાડિયાની વિંડોનું પાલન ન કરવાના કારણે, તેને PVRInox, સિનેપોલિસ અને મિરાજ જેવી ફિલ્મ સિરીઝમાં રિલીઝ થવાથી છુટ આપવામાં આવી હતી. તેની લગભગ 25-30 ટકા અસર પડી, પરંતુ ફિલ્મ તમામ મુશ્કેલીઓ છતાં પણ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધી ફિલ્મે દેશમાં કુલ 271.25 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે.
લિયો ગ્લોબલ બોક્સ ઓફિસ અપડેટ
લિયોએ સમગ્ર દુનિયામાં 500 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. 2.0 અને જેલર બાદ આ ત્રીજી તમિલ ફિલ્મ છે, જેણે તાબડતોડ કમાણી કરી છે. 2023માં લિયો કરતા આગળની ફિલ્મો જવાન, પઠાણ, ગદર 2 અને જેલર છે અને તેની પાસે ટોપ 3 માં પહોંચવાની શ્રેષ્ઠ તક છે, જ્યાં સુધી ટાઈગર 3 દિવાળીમાં રિલીઝ થતી નથી. લિયોની ભારે સફળતાનો શ્રેય થલાપતિ વિજય અને લોકેશ કનગરાજને જાય છે કે આ એક એવી ફિલ્મ છે જે લોકેશના સિનેમેટિક યુનિવર્સનો ભાગ છે, જેની પાસે કેથી અને વિક્રમ જેવી ફિલ્મો છે.
લિયો વિશે
એક સીધો-સરળ સ્વભાવ ધરાવતા કેફે માલિક પાર્થિબન (થલાપતિ વિજય) હિંસા અને ગુંડાગીરીમાં હીરો બની જાય છે. પરંતુ તેની પાછળ તેની જૂની જીંદગી છે. જે તેનો પીછો છોડતી નથી. તેના જૂના જીવને તેના નવા જીવનને હલાવીને મૂકી દીધુ છે.