થલાપતિ વિજયની ફિલ્મ 'Leo' 10માં દિવસે પણ કરી રહી છે ખુબ કમાણી, જાણો કલેક્શન

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
થલાપતિ વિજયની ફિલ્મ 'Leo' 10માં દિવસે પણ કરી રહી છે ખુબ કમાણી, જાણો કલેક્શન 1 - image


                                                              Image Source: Twitter

મુંબઈ, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

સાઉથ સુપરસ્ટાર વિજય થલાપતિની ફિલ્મ લિયો દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. રિલીઝના પહેલા દિવસથી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. કમાણીના મામલે લિયો ઘણી હિંદી ફિલ્મોના પત્તા સાફ કરી રહી છે અને નવા રેકોર્ડ બનાવી રહી છે.

રિપોર્ટ અનુસાર લિયોએ 9 માં દિવસે 7.65 કરોડ રૂપિયા કમાયા હતા તો વીકેન્ડ પર ફિલ્મના વેપારમાં વધારો થયો છે. વિજય થલાપતિની ફિલ્મે 10માં દિવસે 11.9 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું ટોટલ કલેક્શન 283.8 કરોડ રૂપિયા થઈ ગયુ છે. એટલે કે ફિલ્મ હવે ઘરેલૂ બોક્સ ઓફિસ પર 300 કરોડના ક્લબનો ભાગ બનવા નજીક પહોંચી ગઈ છે. 

6 દિવસમાં બનાવ્યો આ રેકોર્ડ

લિયો 19 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મે પહેલા દિવસે 64.8 કરોડની શાનદાર ઓપનિંગ કરી હતી. બીજા દિવસે 34.25 કરોડના કલેક્શનની સાથે ફિલ્મ ઘરેલૂ બોક્સ ઓફિસ પર 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. વર્લ્ડવાઈડ પણ ફિલ્મે 6 દિવસમાં જ 500 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને આવુ કરીને તે સૌથી ઝડપી કમાણી કરનારી તમિલ ફિલ્મ બની ગઈ છે.

આ છે લિયોની સ્ટારકાસ્ટ

લોકેશ કનગરાજના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ લિયો હિમાચલ પ્રદેશના રહેવાસી એક કેફે માલિકની કહાની છે જે પોતાના એરિયા માટે હીરો સમાન છે. ફિલ્મમાં વિજય થલાપતિએ લીડ કેરેક્ટર પ્લે કર્યો છે અને તૃષા કૃષ્ણને તેમની પત્નીનું પાત્ર નિભાવ્યુ છે. ફિલ્મમાં સંજય દત્ત પણ વિલનના રોલમાં જોવા નજર આવ્યા છે. આ સિવાય અર્જુન સરજા અને પ્રિયા આનંદ પણ ફિલ્મનો ભાગ છે.


Google NewsGoogle News