થલાપતિ વિજય આગામી ફિલ્મમાં ડબલ રોલ નિભાવતો જોવા મળશે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
થલાપતિ વિજય આગામી ફિલ્મમાં ડબલ રોલ નિભાવતો જોવા મળશે 1 - image


- એકમાં યુવાન અને બીજામાં વૃદ્ધની ભૂમિકામાં હશે

મુંબઇ : થલાપતિ વિજય આગામી ફિલ્મમાં બેવડી ભૂમિકામાં જોવા મળવાનો છે. તેની આ ફિલ્મનું પ્રથમ લુક રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં બે થલાપતિ વિજય જોવા મળે છે. 

રિપોર્ટસના અનુસાર, આ ફિલ્મ ટાઇમ ટ્રાવેલ પર આધારિત હોવાનું કહેવાય છે. જેમાં થલાપતિ વિજયનો એક રોલ ૧૯ વરસના યુવકનો અને બીજો વૃધ્યનો છે. ગયા વરસે થલાપતિ વિજય પોતાની બોડીના ૩ડી સ્કૈન માટે લોસ એન્જલસ પણ ગયો હતો. 

 અત્યાર સુધી આ ફિલ્મ થલાપતિ ૬૮ તરીકે ઓળખાતી હતી. હવે ફિલ્મસર્જકે આ ફિલ્મનું શિર્ષક  ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમની ઘોષણા કરી છે. સાથેસાથે ફિલ્મનું ફર્સ્ટ લુક પણ જાહેર કર્યું છે. જેમાં બે થલાપતિ વિજય જોવા મળે છે. બન્ને થલાપતિ વિજય વરદીમાં છે. જેમાં એક લુકમાં તે વૃદ્ધ અને બીજામાં યુવાન લુક જોવા મળે છે. 

ધ ગ્રેસ્ટસ્ટ ઓફ આલ ટાઇમ ફિલ્મનું દિગ્દર્શન વેંકટ પ્રભુનું છે. તેની થલાપતિ વિજય સાથે પ્રથમ ફિલ્મ છે. 


Google NewsGoogle News