કરિયરની છેલ્લી ફિલ્મ માટે 275 કરોડ રૂપિયા ફીસ લેશે સાઉથનો આ સુપરસ્ટાર, શાહરુખ ખાનને પછાડ્યો: રિપોર્ટમાં દાવો
Thalapathy Vijay Last Film: એક ફિલ્મ માટે સૌથી વધુ ફી ઉઘરાવતા જો કોઈ એક્ટર્સ હોય તો તેમાં રજનીકાંત અને શાહરુખ ખાનનું નામ આગળ આવે છે. પરંતુ હવે આ બંનેનો રેકોર્ડ સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયે તોડી નાખ્યો છે. વિજયની ફિલ્મો પણ કમાણીના મામલે ઘણા રેકોર્ડ તોડે છે. તેનું નામ સૌથી વધુ કમાણી કરનારા કલાકારોની યાદીમાં સામેલ છે. હવે તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા પણ બની ગયો છે. આ દિવસોમાં થલાપતિ વિજય તેની આગામી ફિલ્મ થલાપતિ 69નું શૂટિંગ કરી રહ્યો છે. આ તેની છેલ્લી ફિલ્મ છે.
વિજયે આ ફિલ્મ માટે રૂ. 275 કરોડ ફી લીધી
અહેવાલો અનુસાર, વિજયે 'થલાપતિ 69' માટે 275 કરોડ રૂપિયાની ફી લીધી છે. જ્યારે શાહરૂખ ખાને 250 કરોડ રૂપિયા ફી લીધી છે. જ્યારે સુપરસ્ટાર રજનીકાંત એક ફિલ્મ માટે 150 થી 200 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તાજેતરમાં તાલપતિની ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, જેને હાલ માટે થલાપતિ 69 કહેવામાં આવી રહી છે. આ ફિલ્મ ડિરેક્ટર એચ વિનોથ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.
થલાપતિ વિજયનો રાજકારણની દુનિયામાં પ્રવેશ
થલાપતિ વિજયે પોતાની રાજકીય પાર્ટી બનાવી છે, જેનું નામ તમિલગા વેટ્ટરી કઝગમ છે. આ ફિલ્મ પૂરી કરીને તે રાજકારણની દુનિયામાં પ્રવેશ કરશે, આથી આ તેની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે.
વિજયની ફિલ્મે 10 દિવસમાં કરી 350 કરોડની કમાણી
જો વિજયની લેટેસ્ટ ફિલ્મની વાત કરીએ તો 5 સપ્ટેમ્બર 2024ના રોજ 'ગોટ એટલે કે ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' ફિલ્મ રિલીઝ થઈ હતી. જેનું બજેટ 300 થી 400 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે. તેમજ ફિલ્મે માત્ર 10 દિવસમાં 350 કરોડની કમાણી કરી લીધી છે.