થલાપતિ વિજયની ફિલ્મ 'Leo'એ ત્રીજા દિવસે પણ કરી બમ્પર કમાણી

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
થલાપતિ વિજયની ફિલ્મ 'Leo'એ ત્રીજા દિવસે પણ કરી બમ્પર કમાણી 1 - image


Image Source: Twitter

- 'લિયો'એ ત્રીજા દિવસે 40 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો

નવી દિલ્હી, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

થલાપતિ વિજય સ્ટારર ફિલ્મ 'લિયો' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. લોકેશ કનગરાજના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે ઓપનિંગ ડે પર જ કોલીવુડની સૌથી બમ્પર કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ બનાવી નાખ્યો છે.

ફિલ્મ 'લિયો' 19 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી અને બે દિવસમાં ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. હવે ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવી ગયુ છે. શુક્રવારે રિલીઝ થયેલી ટાઈગર શ્રોફની 'ગણપત' પહેલા જ દિવસે ફ્લોપ સાબિત થઈ ગઈ હતી.

થલાપતિ વિજયની ફિલ્મ 'લિયો'એ ત્રીજા દિવસે 40 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો છે. વિજયની ફિલ્મને શનિવારનો સારો ફાયદો થયો હતો. જોકે, આજે આ આંકડામાં મોટો ઉછાળો આવ શકે છે. ફિલ્મની શરૂઆત પણ ખૂબ જ શાનદાર રહી હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે ઓપનિંગના મામલે શાહરૂખ ખાનની પઠાણનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. લિયો તમિલ ફિલ્મની સૌથી મોટી ઓપનર બની છે. 

'લિયો'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન

પ્રથમ દિવસે 64.8 કરોડ

બીજા દિવસે 35.25 કરોડ

ત્રીજા દિવસે 40 કરોડ

કુલ 140 કરોડ



Google NewsGoogle News