થલપતિ વિજય અને ત્રિશા કૃષ્ણન વચ્ચે ડેટિંગની અફવા
- ચાર્ટ્ડ પ્લેનમાં સાથે સફર કરી
- બંને કીર્તિ સુરેશનાં લગ્ન એટેન્ડ કરવા ગોવા સાથે પહોંચતાં અટકળો
મુંબઇ: સાઉથનો હિરો થલપતિ વિજય અને ત્રિશા ક્રિષ્ણન ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. બંનેએ સાઉથની હિરોઈન કિર્તી સુરેશનાં ગોવામાં યોજાયેલાં લગ્નમાં સાથે હાજરી આપી હતી. તે પરથી આ અફવા શરુ થઈ છે.
બંને ચાર્ટ્ડ પ્લેનમાં સાથે ગોવા ગયાં હતાં. તેઓ પ્લેનમાં જતાં પહેલાં સાથે સિક્યોરિટી ચેકિંગ કરાવી રહ્યાં હોવાની તસવીરો વાયરલ થઈ છે.
બંને સંખ્યાબંધ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. જોકે, ડેટિંગની અફવાઓ વિશે તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કિર્તી સુરેશે ૧૨ ડિસેમ્બરના રોજ પોતાના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે ગોવામાં લગ્ન કર્યા હતા.