તેલુગુ અભિનેતા નાગા શોર્યા શૂટિંગ દરમિયાન સેટ પર બેહોશ થઇ ગયો
- ફિલમની સ્ક્રિપ્ટના અનુસાર પોતાના રોલ માટે સખત ડાયટિંગનું પરિણામ હોવાનું કહેવાય છે
મુંબઇ : દક્ષિણની ફિલ્મના જાણીતા અભિનેતા નાગા શોર્યા આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન બેહોશ થઇ ગયો હતો.
સેટ પર હાજર રહેલા લોકો તેને અચાનક જ બેભાન થયેલો જોઇને ગભરાઇ ગયા હતા અને તરત જ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
એક રિપોર્ટના અનુસાર, નાગા શોર્યાને હાઇ ગ્રેડ વાયરલ ફીવર અને ડિહાઇડ્રશનના કારણે તબિયત બગડતાં બેભાન થઇ ગયો હતો. તેની આગામી ફિલ્મ એનએચ ૨૪ના રોલ માટે તેને સખત ડાયેટિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. ફિલ્મમાંના તેના લુક માટે તેને મસલ્સ દેખાડવાના હોવાથી થોડા દિવસો માટે ડિહાઈડ્રટે કરવામાં આવ્યો હતો. પરિણામે તેના શરીરમાં મિનરલ્સની ઊણપ સર્જાઇ હતી જેના કારણએ તેને વધુ પડતી નબળાઇ અને ચક્કર આવી ગયા હતા. નાગા શોર્યની હોસ્પિટવલમાં સારવાર પછી સ્વાથ્યય સુધારા પર છે. સંપૂર્ણપણે સાજા થયા પછી તે ફરી શૂટિંગ શરૂ કરશે.