50થી વધુ ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર જાણિતા કોમેડિયન એક્ટરનું કાર્ડિયક અરેસ્ટથી મોત
તેલુગુ ફિલ્મ ઉદ્યોગના નિદેશક આનંદ રવિએ અલ્લૂ રમેશના નિધન અંગેના સમાચાર સોશિયલ મીડિયા પર કર્યા શેર
Image - ALLU Ramesh |
ચેન્નાઈ, તા.20 એપ્રિલ-2023, ગુરુવાર
સાઉથના જાણિતા કોમેડિયન એક્ટર અલ્લૂ રમેશનું કાર્ડિયક અરેસ્ટથી નિધન થયું છે. તેઓ 52 વર્ષના હતા. તેમના મૃત્યુ અંગેની જાણકારી તેલુગુ ફિલ્મ ઉદ્યોગના નિદેશક આનંદ રવિએ આપી છે. અલ્લૂ રમેશ એક ભારતીય અભિનેતા છે અને તેઓ મુખ્યરૂપે તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા હતા. તેઓ સાઉથમાં કોમેડિયન એક્ટર તરીકે ખૂબ જાણીતા હતા. અલ્લૂ રમેશને તમે સાઉથ સિનેમાના કોમેડિયન પણ કહી શકો છે. બે દિવસ પહેલા જ અભિનેતા-કોમેડિયનની નિધન થયું હતું. અભિનેતા 52 વર્ષના હતા અને 18 એપ્રિલ-2023ના રોજ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કાર્ડિયક અરેસ્ટથી તેમનું નિધન થયું છે.
50થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
તેલુગુ ફિલ્મ ઉદ્યોગના નિદેશક આનંદ રવિએ અલ્લૂરમેશના નિધનના દુઃખદ સમાચાર સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. તેમના ઘણા પ્રશંસકો તેમના પ્રત્યે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. અલ્લૂ રમેશે તેમના અભિનય કેરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી. ત્યારબાદ તેમણે 2001માં તરૂણકુમાર અભિનીત ફિલ્મ ‘ચિરુજલ્લૂ’થી ટોલીવુડથી શરૂઆત કરી હતી. તેમણે 22 વર્ષની કારકિર્દીમાં લગભગ 50 ફિલ્મોમાં કામ કર્યું. તેમને સૌથી શ્રેષ્ઠ અભિનય ‘નેપોલિયન’ અને ‘થોલુબોમ્મલતા’ જેવી ફિલ્મોમાં કર્યો હતો, ત્યારબાદ તેમના વધુ નામના મેળવી. લોકોને તેમની કોમે઼ડી ખુબ પસંદ આવતી હતી.
‘ચિરુજલ્લુ’થી કારકિર્દીની શરૂઆત કરી
તેમણે 2001માં ચિરુજલ્લુ સાથે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘ટોલુ બોમ્મલતા’, ‘મથુરા વાઈન’, ‘વીધી’, ‘બ્લેડ બાબજી’ અને 'નેપોલિયન' જેવી ઘણી અન્ય ફિલ્મોમાં પણ શ્રેષ્ઠ અભિનય કર્યો હતો. છેલ્લે 2022માં રિલિઝ થયેલી ‘અનુકોની પ્રાયાનમ’માં તેઓ જોવા મળ્યા હતા.