8 વર્ષ નાના હીરો સાથે લિવ ઈનમાં રહી, હવે અભિનેત્રીએ કર્યા બીજા લગ્ન, પરિવારે ઘરેથી કાઢી મૂકી
Image : Facebook |
Tannaz Irani and Bakhtiyaar Irani : અભિનેત્રી તનાઝ ઈરાની અને અભિનેતા બખ્તિયાર ઈરાની ટેલિવિઝનના પ્રખ્યાત કપલ છે. બંનેએ વર્ષ 2007માં લગ્ન કર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી તેમનો સંબંધ અતૂટ છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તનાઝ અને બખ્તિયારે તેમની લવ સ્ટોરી કહી હતી.
આ કપલે જણાવ્યું હતું કે, 'લગ્નના એક વર્ષ પહેલા અમે લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ અમારા આ નિર્ણયને લઈને તનાઝનો પરિવાર ઘણો નારાજ હતો. તનાઝનો પરિવાર અમારા સંબંધનો વિરુદ્ધ કરી રહ્યા હતા. જેના કારણે પરિવારે મને(તનાઝ) અને બખ્તિયારને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.' બખ્તિયારે જણાવ્યું કે, તનાઝનો પરિવાર એક પારિવારિક પ્રવાસ પર જઈ રહ્યો હતો, ત્યારે પરિવારે તનાઝને ચેતવણી આપી કે જો તે મારી સાથે સંબંધ રાખવા માંગતી હોય તો તેણે ઘર છોડી દેવું પડશે.'
આ અંગે તનાઝે કહ્યું હતું કે, 'તે સમયે મેં બખ્તિયારને ઘર છોડીને જતા રહેવા કહ્યું હતું. જેથી કરીને હું પરિવાર સાથે વાત કરી શકું. મેં બખ્તિયારને કહ્યું કે મહેરબાની કરીને તું ઘર છોડી દે અને કૃપા કરીને તું ઘરની બહાર જતો રહે, મારે મારા પરિવાર સાથે વાત કરવી છે. ત્યારે તે રડી રહ્યો હતો. હું પણ મૂંઝવણ ત્યારેમાં મૂકી ગઈ હતી. બંનેનો પરિવાર અમારા સંબંધોનો વિરોધી હતો. લગ્ન માટે પરિવારને મનાવવું સરળ ન હતું. પરંતુ અમે સ્પષ્ટ હતા કે, જ્યાં સુધી અમારા બંનેનો પરિવાર રાજી નહી થાય ત્યાં સુધી અમે લગ્ન કરીશું નહીં.'
બંનેના પરિવારજનોની નારાજગીનું સૌથી મોટું કારણ એ હતું કે, બખ્તિયાર તનાઝ કરતા લગભગ 8 વર્ષ નાનો હતો. હાલમાં બખ્તિયાર 44 વર્ષના છે, જ્યારે તનાઝ 52 વર્ષની છે. આ સિવાય અગાઉ તનાઝના છૂટાછેડા પણ થઈ ચૂક્યા હતા. તેના પહેલા લગ્ન તૂટી ગયા હતા. પરંતુ ત્યારબાદ તમામ સંઘર્ષ બાદ પરિવાર રાજી થયો અને બંનેએ 2007માં લગ્ન કરી લીધા હતા.