Get The App

ટેલિવિઝન અભિનેત્રી મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
ટેલિવિઝન અભિનેત્રી મુનમુન દત્તાનો જર્મનીમાં અકસ્માત 1 - image


- પરિણામે સફર અધવચ્ચે છોડીને પાછી ઘરે આવી ગઇ

મુંબઇ: ટેલિવિઝન અભિનેત્રી મુમુન દત્તા પોતાની રજાઓ ગાળવા જર્મનીની સફરે ગઇ હતી ત્યાં તેને  કાર અકસ્માત થયો હતો અને નાનકડી ઇજા પણ થઇ હોવાનું અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. 

મુનમુને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, જર્મનીમાં મારો નાનકડો અકસ્માત થઇ ગયો હતો. મારા ઘૂંટણમાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે  હું સફર અધવચ્ચે છોડીને પાછી ઘરે આવી રહી છું. 

ઉલ્લેખનીય છે કે, મુનમુને  પોતાની રજાઓનો આનંદમ ાણવા માટે યુરોપ ગઇ હતી. ત્યાંથી તેણે પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. પોતાની એક પોસ્ટમાં તેણએ સ્વિરત્ઝરલેન્ડમાં હોટ ચોકલેટનો સ્વાદ માણતી જોવી મળી હતી. આ ઉપરાંત તેણે થોડા રીલ્સ અને વીડિયોઝ પણ શેર કર્યા હતા.


Google NewsGoogle News