Get The App

દારૂની લતના કારણે કામ નહોતું મળતું: હાર્ટ ઍટેકથી અભિનેતાના નિધન બાદ પત્નીએ કહ્યું- મોતના આઠ દિવસ પહેલા જ...

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
દારૂની લતના કારણે કામ નહોતું મળતું: હાર્ટ ઍટેકથી અભિનેતાના નિધન બાદ પત્નીએ કહ્યું- મોતના આઠ દિવસ પહેલા જ... 1 - image

Jahanvi Sethi On Her Husband : ટેલિવિઝનમાં ઘણી સીરીયલ અને બોલિવૂડમાં કામ કરી ચૂકેલા એક્ટર વિકાસ સેઠીનું હાર્ટ એટેકના કારણે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ અવસાન થયું હતું. તેમના આકસ્મિક નિધનથી અભિનેતાના પરિવારજનો અને મિત્રોને આઘાત લાગ્યો હતો. હવે અભિનેતાની પત્ની જ્હાન્વીએ તેના પતિના મૃત્યુ વિશે વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં જ્હાન્વીએ કહ્યું હતું કે તે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે તેના મૃત્યુના 8 દિવસ પહેલા જ વિકાસ સેઠીએ એક ફિલ્મ પણ સાઈન કરી હતી.

જ્હાન્વીએ કહ્યું, 'અમે ગયા વર્ષથી જ ઈમોશનલ અને આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા હતા. અને જ્યારે વસ્તુઓ સારી થઈ રહી હોવાનું લાગતું હતું, ત્યારે તે અમારાથી દૂર થઈ ગયો. મૃત્યુના માત્ર 8 દિવસ પહેલા તેણે દીપક તિજોરી સાથે ફિલ્મ Oops 2 સાઈન કરી હતી.'

આ ઈન્ટરવ્યૂમાં જ્હાન્વીએ જણાવ્યું કે, 'વિકાસ સેઠીને કોઈ કામ મળી રહ્યું ન હતું, જેના કારણે પરિવાર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે પણ તે કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર અથવા પ્રોડ્યુસર પાસે કામ માંગવા જતો હતો ત્યારે તેઓ તેને તેની દારૂની આદતની યાદ અપાવતા હતા. વિકાસે પોતાની આ આદત પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ તે લોકો તેના ખરાબ ભૂતકાળની યાદ અપાવતા રહ્યા હતા.'

વિકાસ વિષે જણાવતા જ્હાન્વીએ કહ્યું કે, 'વિકાસને કામ મળતું ન હતું, અને લોકો તેને વારંવાર યાદ કરાવતા કે તેની કારકિર્દી કેવી રીતે બદલાઈ ગઈ. લોકો ઘણીવાર તેને ભૂતકાળમાં તેની ખરાબ ટેવો યાદ અપાવતા, જેમ કે દારૂનું વ્યસન. તે ઘણાં સમય પહેલા દારૂની લત ધરાવતો હતો. પરંતુ તેણે કાબુ મેળવ્યો હતો. જો તમે કોઈ વ્યક્તિને તેના ખરાબ સમય વિશે યાદ કરાવતા રહો છો, તો તે તેના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. વિકાસ એક સંવેદનશીલ વ્યક્તિ હતો. લોકોની ટીકા અને ટોણાએ તેને અંદરથી બાગી નાખ્યો હતો.

વિકાસ સેઠીએ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં કરીના કપૂરના બોયફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કસૌટી જિંદગી કી, ગીત હુઈ સબસે પરાઈ અને હમારી બેટીયોં કા વિવાહ જેવી ઘણી ટીવી સીરીયલમાં પણ જોવા મળ્યો હતો.

દારૂની લતના કારણે કામ નહોતું મળતું: હાર્ટ ઍટેકથી અભિનેતાના નિધન બાદ પત્નીએ કહ્યું- મોતના આઠ દિવસ પહેલા જ... 2 - image


Google NewsGoogle News