કંગનાની ફિલ્મ મુશ્કેલીમાં! જાણો બીજા દિવસની બૉક્સ ઓફિસ પર 'Tejas'ની કમાણી

કંગના રણૌતની ફિલ્મ 'તેજસ' ના ટ્રેલરને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો.

રિપોર્ટ પ્રમાણે 'તેજસ' રિલીઝના બીજા દિવસે 1.50 કરોડનું કલેક્શન કરી શકે છે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
કંગનાની ફિલ્મ મુશ્કેલીમાં! જાણો બીજા દિવસની બૉક્સ ઓફિસ પર 'Tejas'ની કમાણી 1 - image
Image Twitter 

તા. 28 ઓક્ટોબર 2023, શનિવાર

Tejas Box Office Collection Day 2: કંગના રણૌતની સ્ટાટ 'તેજસ' બીજા દિવસે એટલે કે શુક્રવાર તા. 27 ઓક્ટોબર 2023 ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ. કંગનાની આ ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયંસ તરફથી મિક્સ રિવ્યુ મળી રહ્યો છે. ફિલ્મમાં કંગનાએ એક IAF ફાઈટર પાયલોટનો ભૂમિકા અદા કરી છે. કંગનાને તેની આ ફિલ્મમાં ઘણી આશાઓ હતી પરંતુ 'તેજસ' ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર ખૂબ જ ઠંડી સાબિત થઈ છે. ફિલ્મના પહેલા દિવસે થિયેટરોમાં મુશ્કેલથી ઓડિયંસ મળ્યું. ચાલો જાણીએ કે 'તેજસ' રિલીઝના બીજા દિવસે કેટલુ ક્લેકશન કરી શકે છે. 

'તેજસ' બીજા દિવસે કેટલી કમાણી કરી

કંગના રણૌતની ફિલ્મ 'તેજસ' ના ટ્રેલરને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ફિલ્મના દમદાર પ્રમોશન પણ થયુ હતું, પરંતુ તેના કારણે કોઈ ફાયદો ન થયો. તો હવે ફિલ્મ સિનેમાઘરોમાં પહોચી ચુકી છે તો દર્શકોએ તેને જરા પણ ભાવ ન આપ્યો. આ ફિલ્મ પહેલા જ દિવસે થિયેટરો ખાસ રિસ્પોન્સ જોવા નહોતો મળ્યો. તો હવે 'તેજસ'ના બીજા દિવસની કમાણીની શરુઆતના આંકડા પણ સામે આવ્યા છે. 

  • પહેલા દિવસે 'તેજસે' 1.25 કરોડનું કલેક્શન કર્યુ હતું
  • રિપોર્ટ પ્રમાણે 'તેજસ' રિલીઝના બીજા દિવસે 1.50 કરોડનું કલેક્શન કરી શકે છે
  • જો કે આ અનુમાનિત આંકડા છે, ઓફિશિયલ નંબર આવ્યા પછી તેમા ફેરફાર થઈ શકે છે.

'તેજસ' માટે બોક્સ ઓફિસ પર ટકવું મુશ્કેલ

કંગના રણૌતની 'તેજસ'ની પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ હાલત જોવા મળી છે. ફિલ્મના બીજા દિવસના રિપોર્ટ કાર્ડ પણ ખૂબ ઝટકો આપવાવાળો છે. 'તેજસ'ની કમાણીને જોતા હવે તેને બોક્સ ઓફિસ પર વધારે ટકવું મુશ્કેલ લાગી રહ્યુ છે. જો કે હાલમાં દરેક લોકો વીક એન્ડની રાહ  જોઈ રહ્યા છે. જો 'તેજસ'ની કમાણી શનિવાર અને રવિવારના રોજ ફિલ્મમાં તેજી નહી આવે તો કંગનાની ફલોપ ફિલ્મોના લીસ્ટમાં 'તેજસ' સામેલ થઈ જશે. પરંતુ હાલમાં તો દરેકની નજર ફિલ્મના કલેક્શન પર ટકેલી છે. 

કંગનાની ફિલ્મ મુશ્કેલીમાં! જાણો બીજા દિવસની બૉક્સ ઓફિસ પર 'Tejas'ની કમાણી 2 - image


Google NewsGoogle News