તબ્બૂ, કરીના કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ The Crew નું ટીઝર રિલીઝ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
તબ્બૂ, કરીના કપૂર અને કૃતિ સેનનની ફિલ્મ The Crew નું ટીઝર રિલીઝ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 02 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

રિયા કપૂર અને એકતા કપૂરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ધ ક્રૂ ની આતુરતા ખતમ થવાની છે. લાંબી રાહ જોયા બાદ ધ ક્રૂ નો પહેલો લુક જાહેર કરી દેવાયો છે. 

લુકની સાથે-સાથે ફિલ્મની રિલીઝ ડેટનું પણ એલાન કરી દેવાયુ છે.

રાજેશ કૃષ્ણન નિર્દેશિત ધ ક્રૂ ની થોડા સમય પહેલા જ એનાઉન્સમેન્ટ થઈ હતી. ફિલ્મમાં કરીના કપૂર ખાન, કૃતિ સેનન અને તબ્બૂ મહત્ની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં દિલજીત દોસાંજ પણ લીડ રોલમાં છે. લાંબી રાહ જોયા બાદ આખરે ફિલ્મની પહેલી ઝલક પણ સામે આવી ગઈ છે.

ધ ક્રૂ નું ફર્સ્ટ લુક આઉટ

શુક્રવારે કરીના કપૂરે પોતાના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની આગામી ફિલ્મ ધ ક્રૂ ની પહેલી ઝલક શેર કરી છે. સાથે જ નવી રિલીઝ ડેટનું પણ એલાન કરી દીધુ છે. વીડિયોની સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યુ, કમર કસી લો, પોતાનું પોપકોર્ન તૈયાર કરી લો અને પેીરસવા માટે તૈયાર થઈ જાવ.

વીડિયોની શરૂઆત તબ્બૂ, કરીના કપૂર અને કૃતિ સેનનના નામથી થાય છે. બેકગ્રાઉન્ડમાં વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે કે, લેડીઝ એન્ડ જેન્ટલમેન, કેપ્ટન સ્પીકિંગ, અમારો ક્રૂ તમારો ખૂબ ખ્યાલ રાખશે પરંતુ તમને એક વિનંતી છે કે પોતાની ચોલી ટાઈટ બાંધી દો જેથી દિલ બહાર ન નીકળી જાય. જે બાદ કૃતિ, કરીના અને તબ્બૂ રેડ કલરની ફ્લાઈટ અટેન્ડેન્ટની ડ્રેસમાં બેગ લીધેલા નજર આવ્યા. 

ક્યારે રિલીઝ થઈ રહી છે ધ ક્રૂ?

પહેલા ધ ક્રૂ 22 માર્ચ 2024એ થિયેટર્સમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મની રિલીઝ ડેટને બદલી દેવાઈ છે. ફિલ્મ 22 માર્ચ નહીં પરંતુ તેના એક અઠવાડિયા બાદ થિયેટર્સમાં દસ્તક દેશે. કરીના અનુસાર આ ફિલ્મ 29 માર્ચ 2024એ થિયેટર્સમાં ધમાલ મચાવવા માટે આવશે. ફિલ્મમાં કપિલ શર્માની પણ સ્પેશ્યલ અપીયરેન્સ જોવા મળશે. 


Google NewsGoogle News