50માં બર્થડે પર સામે આવ્યો ઋત્વિક રોશનનો BTS વીડિયો, Fighter માટે કર્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન
બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા ઋતિક રોશન આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર ઋત્વિક રોશને પોતાના કરિયરની શરુઆત કહો ના પ્યાર હૈ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મને આજે પણ લોકો યાદ કરે છે. ઋતિક રોશન એક એવો બોલીવુડ એક્ટર છે જેણે અત્યાર સુધી ક્રિશ, વોર જેવી ઘણી એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે લાંબા સમયથી તે તેની આગામી ફિલ્મ ફાઈટરને લઈને ચર્ચામાં છે. આ એક્ટર સારા એક્ટરની સાથે સાથે એક ગજબનો ડાન્સર પણ છે આ ઉંમરે પણ એક્ટરે પોતાને જે રીતે ફિટ રાખે છે તે જોઇને ફેન્સ પણ તેના દિવાના થઇ જાય છે.
ઋત્વિક રોશનની અપકમિંગ ફિલ્મ ફાઇટરમાં તે દિપિકા પાદુકોણ સાથે જોવા મળશે. ફિલ્મમાં ઋત્વિક રોશન સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયાની ભૂમિકા ભજવી રહ્યો છે. પરંતુ શમશેર પઠાનિયાના રોલમાં આવવા માટે અભિનેતાને ઘણી મહેનત કરવી પડી હતી.
ફાઈટરના નિર્માતાઓએ ઋત્વિક રોશનના જન્મદિવસ પર હૃતિક રોશનના ટ્રાન્સફોર્મેશનનો BTS વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રિતિક જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તે બરફથી ઢંકાયેલી પહાડીઓ વચ્ચે ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે.
ફાઈટરની ટીમે સોશિયલ મીડિયા પર વિડિયો શેર કર્યો અને હૃતિક રોશનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કેપ્શનમાં લખ્યું છેકે, "તે દરેક વખતે સ્ક્રીનને રોશન કરે છે! તેની સ્ટાઈલ, કરિશ્મા અને ડેશિંગ હાજરીની કોઈ સીમા નથી. હેપ્પી બર્થ ડે પૅટી." , ઋત્વિક રોશન."
ફાઈટરનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. ફાઈટર 25 જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણની સાથે અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને કરણ સિંહ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.